________________
૭. ત્યાં એણે તપ કરવાનો નિશ્ચય કર્યો. તે વખતમાં એમ મનાતું કે તપ એટલે ઉગ્રપણે શરીરનું દમન. એ
પ્રદેશમાં ઘણા તપસ્વીઓ રહેતા હતા. એ દેહદમન સર્વેની રીત પ્રમાણે સિદ્ધાર્થે પણ ભારે
તપ કરવા માંડ્યું. શિયાળામાં ટાઢ, ઉનાળામાં તાપ અને માસામાં વરસાદની ધારાઓ સહન કરી, ઉપવાસો કરી એણે શરીરને અત્યંત કૃશ કરી નાખ્યું. કલાકના કલાક સુધી શ્વાસોચ્છવાસને રેકી લઈ તે કાષ્ઠની માફક ધ્યાનસ્થ થઈ બેસતો. આથી એના પટમાં ભયંકર વેદના અને શરીરમાં દાહ થતાં. એનું શરીર કેવળ હાડકાંનું ખેડું થઈ રહ્યું. છેવટે ઊઠવાની પણ એનામાં તાકાત ન રહી અને એક દિવસ તે મૂછથી ઢળી પડ્યો, ત્યારે એક ભરવાડણે દૂધ પાઈ એને જાગ્રત કર્યો. પણ આટલું કષ્ટ વેઠતાંયે એને શાન્તિ ન થઈ
૮. સિદ્ધાર્થે દેહદમનને પૂર્ણ અનુભવ લઈ લીધું અને જોયું કે કેવળ દેહદમનથી કશી પ્રાપિત નથી. જો સત્યને
માર્ગ શોધવો હોય તો તે શરીરની શક્તિનો અન્નગ્રહણ નાશ કરીને તે ન જ મળી શકે એમ
એને લાગ્યું. તેથી એણે પાછું અન્નગ્રહણ કરવા માંડ્યું સિદ્ધાર્થની ઉગ્ર તપશ્ચર્યાથી કેટલાક તપસ્વીઓ એના શિષ્ય સમાન થઈ રહ્યા હતા. સિદ્ધાર્થને અન્ન લેતે જોઈ એમને એને માટે હલકે અભિપ્રાય બંધાય. સિદ્ધાર્થ
ગભ્રષ્ટ થયે, મોક્ષને માટે નાલાયક થયા વગેરે વિચારો બાંધી એમણે એને ત્યાગ કર્યો. પણ સિદ્ધાર્થને કેવળ