________________
બુદ્ધધર્મ
૭. ચાર આર્યસમાં મનુષ્યને પિતાની ઓછીવત્તી શક્તિ પ્રમાણે મન, કર્મ, વચને નિષ્ઠા થાય અને અષ્ટાંગ
માર્ગની સાધના કરતાં કરતાં તે બુદ્ધદશાને પામે એ હેતુને અનુકૂળ આવે એવી રીતે
બુદ્ધ ધર્મનો ઉપદેશ કર્યો છે. એણે શિષ્યના ત્રણ ભેદ પાડ્યા છે : ગૃહસ્થ, ઉપાસક અને ભિક્ષુ.
૮ ગૃહસ્થ નીચેની પાંચ અશુભ પ્રવૃત્તિમાંથી દૂર રહેવું જોઈએઃ (૧) પ્રાણીની હિંસા, (૨)ચેરી, (૩) વ્યભિચાર, (૪) અસત્ય અને (૫) દારૂ વગેરેનાં વ્યસને.
તે ઉપરાંત એણે નીચેની શુભ પ્રવૃત્તિઓમાં તત્પર રહેવું જોઈએ ઃ (૧) સત્સંગ, (૨) ગુરુ, માતા, પિતા અને કુટુંબની સેવા, (૩) પુણ્યમાર્ગે દ્રવ્યસંચય, (૪) મનની સન્માર્ગમાં દઢતા, (૫) વિદ્યા અને કળાની પ્રાપ્તિ, (૬) સમયેચિત સત્ય, પ્રિય અને હિતકર ભાષણ, (૭) વ્યવસ્થિતતા, (૮) દાન, (૯) સંબંધીઓ ઉપર ઉપકાર, (૧૦) ધર્માચરણ, (૧૧) નમ્રતા, સંતેષ, કૃતજ્ઞતા અને સહનશીલતાના ગુણોની પ્રાપ્તિ અને છેવટે (૧૨) તપશ્ચર્યા, બ્રહ્મચર્ય વગેરેને માર્ગે જઈ ચાર આર્યસાને સાક્ષાત્કાર કરી લઈમેક્ષપ્રાપ્તિ
ઉપાસકે ગૃહસ્થના ધર્મો ઉપરાંત મહિનામાં ચાર દિવસ નીચેનાં વ્રતે પાળવાં જોઈએઃ (૧) બ્રહ્મચર્ય, (૨)
મધ્યાહ્ન પછી જમવું નહીં, (૩) નૃત્ય, ઉપાસકના ધર્મે ગીત, ફૂલ, અત્તર વગેરે વિલાસેને ત્યાગ
અને () ઊંચા અને મોટા બિછાનાને ત્યાગ. આ વ્રતને ઉપાસથે કહે છે.