________________
સંપ્રદાય ૬. સમ્યક પ્રયત્ન એટલે કુશળ પુરુષાર્થ.
૭. સમ્યક્ સ્મૃતિ એટલે હું શું કરું છું, શું બેલું છું, શું વિચારું છું એનું નિરંતર ભાન.
૮, સમ્યક સમાધિ એટલે પોતાના કર્મમાં એકાગ્રતા, પિતાના નિશ્ચયમાં એકાગ્રતા, પિતાના પુરુષાર્થમાં એકાગ્રતા, પિતાની ભાવનામાં એકાગ્રતા.૧
આ અષ્ટાંગ માર્ગ એ બુદ્ધનું શું આર્યસત્ય છે.
આને મધ્યમ માર્ગ કહે છે, કારણ કે આમાં અશુભ પ્રવૃત્તિઓનો સ્વીકાર નથી અને શુભ પ્રવૃત્તિઓને ત્યાગ નથી. જે અશુભ અથવા શુભ અને અશુભ બને પ્રવૃત્તિએમાં પડે છે તે એક છેડે છે, જે બન્ને પ્રવૃત્તિથી દૂર રહે છે તે બીજે છેડે છે. બુદ્ધને અભિપ્રાય શુભના સ્વીકાર અને અશુભના ત્યાગને છે.
૬ બુદ્ધને જે માર્ગદર્શક તરીકે સ્વીકારે, એણે ઉપદેશેલા ધર્મને માન્ય રાખે અને એના ભિક્ષુસંઘનો સત્સંગ કરે એ
બૌદ્ધ કહેવાય. યુદ્ધ સરળ છામિ ધર્મે બૌદ્ધશરણત્રય સT Tછામિ | સંઘ સરy Tછામિ |
આ ત્રણે શરણની પ્રતિજ્ઞા લઈ બુદ્ધધર્મમાં પ્રવેશ થાય છે.
૧. ભાવનામાં એકાગ્રતા એટલે કદીક મૈત્રી – કદીક દેવ, કદીક અહિંસા – કદીક હિસા, કદીક જ્ઞાન-કદીક અજ્ઞાન, કદીક વૈરાગ્ય – કદીક વિષયેચ્છા એમ નહીં; પણ નિરંતર મૈત્રી, અહિંસા, જ્ઞાન, વૈરાગ્યમાં સ્થિતિ એ સમાધિ છે. જુઓ ગીતા અ. ૧૩ શ્લેક ૮થી ૧૧ : જ્ઞાનનાં લક્ષણ.
૨. જુઓ પાછળ નેધ પમી.