________________
૧૮
બુદ્ધ અનિવાર્ય છે, એ પિતાની ઈચ્છાને આધીન નથી, એ સહન કર્યો જ છૂટકે છે. આ પહેલું આર્યસત્ય.
(૨) એ સિવાયનાં બીજાં બધાં દુઃખે માણસે પિતે જ ઉપજાવી કાઢેલાં છે. સંસારના સુખેની તૃષ્ણા સ્વર્ગનાં સુખની તૃણા અને આત્મનાશની તૃષ્ણ – એ ત્રણ પ્રકારની તૃષ્ણા પહેલાં દુઃખને પાછાં ઉપજાવવાનું તથા બીજાં બધાં દુઃખનું કારણ છે. એ તૃષ્ણાથી પ્રેરાઈને મનુષ્ય પાપાચરણ કરે છે અને પિતાને તથા જગતને દુઃખી કરે છે. તૃષ્ણ એ દુઃખેનું કારણ છે એ બીજું આર્યસત્ય.
(૩) એ તૃષ્ણાને નિરોધ થઈ શકે છે. એ ત્રણ તૃષ્ણએને નિર્મૂળ કરવાથી જ મોક્ષપ્રાપિત થાય છે. આ ત્રીજું આર્યસત્ય.
(૪) તૃષ્ણાઓને નિરોધ કરી દુઃખનો નાશ કરવા માટેના સાધનનાં નીચે મુજબ આઠ અંગ છે :
૧. સમ્યક જ્ઞાન– એટલે ચાર આર્યસત્યને સારી પિઠે વિચાર કરી જાણવાં તે.
૨. સમ્યક સંકલ્પ– એટલે શુભ કર્મો કરવાને જ નિશ્ચય.
૩. સમ્યક્ વાચા–એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી.
૪. સમ્યક્ કર્મ એટલે સત્કર્મોમાં જ પ્રવૃત્તિ.
૫. સમ્યક આજીવ – એટલે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ.
૧. સમ્યફ એટલે યથાર્થ અથવા શુભ.