________________
બૌદ્ધ શિક્ષાપદ મોટેથી અવાજ કરતાં ચાલવું કે બેસવું નહીં. ચાલતાં કે બેસતાં શરીરને હલાવ્યા કરવું નહીં. હાથ હલાવ્યા કરવા નહીં. માથું ધુણાવ્યા કરવું નહીં. કેડ પર હાથ મૂકી રાખવે નહીં. માથા પર ઓઢી રાખવું નહીં. એડી ઊંચી રાખવી નહીં. પહેલસ્થિકા (ઢીંચણ બાંધીને આરામ ખુરશી કે ડોલતી ખુરશી જેમ શરીરને) કરી બેસવું નહીં.
(૩૬) ભજન ભજન કરતી વખતે પાત્ર તરફ ધ્યાન રાખવું, પીરસાતી વસ્તુઓ તરફ ધ્યાન રાખવું, કાંઈક વસ્તુ વધારે પિરસાવવા માટે ઢાંકવા કે સંતાડવાની યુક્તિ કરવી નહીં, મંદવાડ વિના ખાસ પિતાને માટે વસ્તુઓ તૈયાર કરાવવી નહીં. બીજાના ભાણ સામે તાકવું નહીં, મોટા કેળિયા લેવા નહીં, કેળિયે મઢા સુધી લાવ્યા વગર મોઢું ઉઘાડવું નહીંહથેલી મોંમાં ઘાલીને જમવું નહીં, કેળિયે મોંમાં ફેંકીને જમવું નહીં, ખાવાની વસ્તુને માંથી ભાંગીને જમવું નહીં, ગાલમાં અન્ન ભરીને જમવું નહીં.
માં કોળિયો હોય ત્યારે બેલવું નહીં, હાથ તરછોડતાં તરડતાં જમવું નહીં, ભાત આમતેમ ઉડાડતાં જમવું નહીં, જીભ આમતેમ હલાવતાં જમવું નહીં. ચપચપ અવાજ કરવો નહીં, સૂ-સૂ અવાજ કરતાં જમવું નહીં, હાથ, હોઠ કે થાળી ચાટયાં કરવાં નહીં. એડા હાથે પાણીનો પ્યાલે લેવો નહીં. એઠવાડવાળું પાણું રસ્તામાં નાખવું નહીં.
(૩૭) શૌચ – મંદવાડ વિના, ઊભા રહીને ઘાસ ઉપર કે પાણીમાં શૌચ કે લઘુશંકા કરવાં નહીં.