________________
થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર–પરમાત્મા–બ્રહ્મ કહીએ છીએ. જાણેઅજાણ્ય પણ એ જ પરમાત્માની શક્તિનું આલેખન – શરણ – લઈ આપણે જે સ્થિતિમાં આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલમ્બન લઈન કરીશું. રામ-કૃષ્ણ પણ એ જ શક્તિનું આલમ્બન લઈ પૂજનીય બને એવું પદ પ્રાપ્ત કર્યું હતું; હવે પછી જે મનુષ્યજાતિના પૂજાપાત્ર થશે તે પણ એ જ શક્તિનું આલમ્બન લઈને. આપણામાં અને એમનામાં ફરક એટલે કે આપણે મૂઢપણે – અજાણ પણે એ શક્તિને ઉપયોગ કરીએ છીએ; એમણે બુદ્ધિપૂર્વક એનું આલબન લીધેલું.
બીજો ફરક એ કે આપણે આપણું શુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પરમાત્મા શક્તિને ઉપગ કરીએ છીએ. મહાપુરુષની આકાંક્ષાઓ, એમના આશયે મહાન અને ઉદાર હોય છે, એને જ માટે એ આત્મબળને આશ્રય લે છે.
ફરક ત્રીજું એ કે સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનોને અનુસરનાર અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પિતાને ઉદ્ધાર માનનારા હોય છે. જૂનાં છે એ જ એમનો આધાર હોય છે. મહાપુરુ કેવળ શાને અનુસરનારા નથી હોતા, એ શાસ્ત્રોના રચનારા અને વારા પણ થાય છે. એમનાં વચનો એ જ શાસ્ત્રો થાય છે. • એમ આચરો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય માં પરમતત્ત્વ ઓળખી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર છે, જે આચરણ ચોગ્ય લાગે તે જ સઋાસ્ત્ર, તે જ મર્મ. કઈ પણ બજાં શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી.