________________
ઉપદેશ
કર્યાં છે; આથી કરીને લેાકેાને મારા શબ્દો પર વિશ્વાસ બેસશે. મેં સર્વ પ્રકારના માદક પદાર્થોના ત્યાગ કર્યા છે; અકાળભેાજનને ત્યાગ કર્યો છે; મધ્યાહ્ન પહેલાં એક જ વાર હું જમવાને છું. આજે નૃત્ય, ગીત, વાદ્ય, માળા, ગંધ, આભૂષણુ વગેરેના ત્યાગ રાખીશ. આજે હું તદ્દન સાદી શય્યા પર સૂઈશ. આ આઠ નિયમ પાળીને હું મહાત્મા બુદ્ધપુરુષનું અનુકરણ કરવાવાળા થાઉં છું.
૨૭
૫. વધક, ચાર, શેઠ, માતા, બહેન, મિત્ર અને દાસી એવી સાત પ્રકારની પત્નીએ થાય છે. જેને પતિ વિશે અંતઃકરણમાં પ્રેમ જ ન હેાય, જેને પૈસે જ વહાલે। હાય તે સ્ત્રી વધક (મારા)ના જેવી છે. જે ધણીના પૈસામાંથી ચારી કરી ખાનગી ધન કરે છે તે ચારના જેવી છે. જે કામ કરતી નથી પણ અત્યંત ખાવાવાળી છે, પતિને ગાળેા દેવામાં કસર રાખતી નથી અને પતિની મહેનતની કદર કરતી નથી તે શેઠના જેવી છે. જે પત્ની એકના એક પુત્ર પ્રમાણે પતિની સંભાળ લઈ એની સંપત્તિને જાળવે છે તે માતાના જેવી છે. નાની બહેનની માફક જે ધણીને માન આપે છે અને તેના કહ્યા પ્રમાણે કરે છે તે મહેનના જેવી છે. જાણે કાઈ મિત્ર લાંબે વખતે મળતા હાય તેમ જે પતિને જોતાં જ અત્યંત હર્ષિત થઈ જાય છે એવી કુલીન અને શીલવતી પત્ની મિત્રના જેવી છે. ધણી ચિડાય તાપણુ જે ચિડાતી નથી, પણી વિશે જે ખરાખ વિચાર પણ મનમાં લાવતી નથી તે દાસી સમાન પત્ની છે.
સાત પ્રકારની પત્ની