________________
૯૪
મહાવીર અને સંયમની મર્યાદાઓ વગેરે રચવામાં આવે છે, ત્યારે મુશ્કેલીઓને છેડે જ નથી આવતો.
જિજ્ઞાસુને કઈ પણ વાદને શરૂઆતમાં સ્વીકારો તે પડે. પણ એણે એને સિદ્ધાંત માની એ વિશે અત્યાગ્રહ રાખ ઉચિત નથી. જેવી કલ્પના પર સ્થિર થઈ એ તેવી જાતને અનુભવ લઈ શકાય એવું ચિત્તમાં આશ્ચર્ય રહ્યું છે. કોઈ માણસ પોતાને રાજા ગણ્યા કરે તો તેની એ કલ્પના એવી દઢ થાય કે કેટલેક દિવસે એ પિતામાં રાજાપણું જ અનુભવે. પણ એ પ્રકારે કરેલ કલ્પનાને કે વાદને સાક્ષાત્કાર એ કાંઈ સત્ય સાક્ષાત્કાર નથી. જે અનુભવ કોઈ પણ વાદ કે કલ્પનાથી પર હોય તે જ સત્ય.
એ રીતે વિચારતાં માલુમ પડી આવશે કે મૈત્રીનું સુખ પ્રત્યક્ષ છે, વૈરાગ્યની શક્તિ પ્રત્યક્ષ છે, માતાપિતા અને ગુરુની સેવાનું શુભ પરિણામ પ્રત્યક્ષ છે, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાનું ફળ પ્રત્યક્ષ છે,
મ-દમનાં પરિણામો પ્રત્યક્ષ છે; બીજી બાજુએ, ભેગવિલાસનાં માઠાં ફળો પ્રત્યક્ષ છે, વૈરભાવથી થતી માનસિક વેદના પ્રત્યક્ષ છે, માતાપિતા, ગુરુ વગેરેને કનડવાથી થતી તિરસ્કારપાત્રતા પ્રત્યક્ષ છે. ભગવાન મહાવીર કહે છે તેમ સ્વર્ગનું સુખ પરોક્ષ છે; મેક્ષ(મૂઆ પછી જન્મમરણ વિનાની દશા)નું સુખ અત્યંત પરોક્ષ છે, પણ પ્રશમ(નિર્વાસના, નિઃસ્પૃહતા)નું સુખ પ્રત્યક્ષ છે.