________________
એક ટાપલી રોટીથી જમાડવાની, મર્યા પછી સજીવન થવાની – વગેરે વગેરે દરેક મહાપુરુષના ચિરત્રમાં આવતી વાર્તાઓના રચનારા
એ જનતાને આ રીતે ખાટા દૃષ્ટિબિંદુમાં ચઢાવી દીધી છે. આવા ચમત્કારો કરી બતાવવાની શક્તિ સાધ્યું હોય તેાયે તેથી જ કાઈ માણસ મહાપુરુષ કહેવડાવવાને લાયક ન ગણાવા જોઈએ. મહાપુરુષાની ચત્રકારા કરવાની શક્તિ કે ‘ અરેબિયન નાઇટ્સ ' જેવાં પુસ્તકામાં આવતી જાદુગરાની શક્તિ એ બેઉની કિંમત માણસાઈની દૃષ્ટિએ સરખી જેવી જ છે. એવી શક્તિ હોવાથી કાઈ પૂજાપાત્ર ન થવા જોઈએ. રામે શિલાની અહલ્યા કરી, કે પાણી પર પથ્થર તરાવ્યા એ વાત કાઢી નાંખીએ, કૃષ્ણ કેવળ માનુષી શક્તિથી જ પેાતાનું જીવન જીવ્યા એમ કહીએ, શુએ એક પણ ચમત્કાર બતાવ્યેા નહાતા એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ વગેરે પુરુષો માનવજાતિના શું કામ પૂજાપાત્ર છે એ દૃષ્ટિથી આ ચરિત્ર આલેખવાના પ્રયત્ન છે. એ કેટલાકને ન રુચે એ સંભવિત છે; પણ એ જ સાચી દષ્ટિ છે એમ મારી ખાતરી છે અને તેથી એ રીતને ન છેડવાને મેં આગ્રહ રાખ્યા છે. મહાપુરુષોને નિહાળવાનું આ દૃષ્ટિબિંદુ જેમને માન્ય હોય તેમને માટે આ પુસ્તક છે.
વિલે પાર્લે
ફાગણ વદ ૩૦
સંવત ૧૯૮૫
૩
ત્રીજી આવૃત્તિના ખુલાસા
આ આવૃત્તિમાં કાર્ય મહત્ત્વના સુધારા નથી. એકાદ બે જગ્યાએ ઘેાડુંઘણું સંશોધન કર્યું છે, એટલું જ. મારી ા આ આર્દ્રત્તને નાગરીકૃત લિપિમાં જ છપાવવાની હતી. પશુ દિલગીર છું કે પ્રકાશક પાસે હું એમ કરાવી શકયા નથી.
વર્ધા, ૬ઠ્ઠી માર્ચ, ૧૯૩૭
કિશારલાલ ઘ॰ મશરૂવાળા
? સ્
ઘ