________________
૯૮
બુદ્ધ મહાવીર વિચારશ્રેણીથી પ્રેરાઈ કેટલાક આ જન્મમરણનાં ઝોલાંમાંથી છૂટવાને— મોક્ષ મેળવવાને–વિવિધ પ્રકારના પ્રયત્ન કરે છે. કર્મની ચાવી જેમ બને તેમ જલદી ખપાવી દેવાના એ પ્રયત્નો કરે છે. આર્ય પ્રજામાં થયેલા ઘણાક મુમુક્ષુઓ આ પુનર્જન્મના વાદથી ઉત્તેજિત થઈમેક્ષની શેધે લાગેલા છે. એની શોધખોળમાં જેને જે જે માગે શાનિ થઈ – જન્મમરણની બીક ટળી ગઈ– તેણે તે તે માર્ગોને પ્રચાર કર્યો. એ માર્ગોની શોધમાં જ અનેક પ્રકારનાં દર્શનશાસ્ત્ર ઊપજ્યાં. મહાવીર આ પ્રકારની પ્રકૃતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ૨. બુદ્ધની પ્રકૃતિ આથી ભિન્ન છે. જન્મ પહેલાંની
અને મરણ પછીની સ્થિતિની ચિંતા કરવાની દુખમાંથી એમને હોંશ નથી. જન્મ જે દુઃખરૂપ હોય મુક્તિ તોપણ આ જન્મનું દુઃખ તે સહન થઈ ગયું.
પુનર્જન્મ આવતો હશે તે આ જીવનનાં સુકૃત અને દુષ્કૃતને અનુસરીને જ આવશે. માટે આ જન્મ જ – આગલા જન્મને કહે કે મને કહે – સર્વેને આધાર છે. આ જીવનને સુધારીએ તો ભવિષ્યના જન્મની ચિંતા કરવાની કશી જરૂરનથી. કારણ કે જેણે આ જન્મ સુધાર્યો છે તેને બીજે જન્મ આ જન્મકરતાં ખરાબ આવે તે સત્કર્મનું ફળ દુઃખ થાય એમ ઠરે. હવે રહ્યાં આ જીવનનાં સુખદુઃખે. આ જીવનનાં તે પાંચ જ દુઃખ અનિવાર્યપણે બાકી રહે છે, જરા, વ્યાધિ, મરણ, પ્રિય વસ્તુને વિયેગ અને અપ્રિય વસ્તુને ગ. તે ઉપરાંત તૃણુને લીધે પણ સુખદુઃખ ભેગવાય છે. જે કઈ શોધ કરવા જેવી હોય તો આ દુઃખમાંથી છૂટવાના માર્ગની; જગતની સેવા કરવાની હોય તો આ વિષયમાં જ