________________
સંસ્કૃતમાં પાકશાસ્ત્રને લગતા સંખ્યાબંધ ગ્રન્થ પછીના કાળમાં રચાયેલા છે ખરા, પરંતુ અહીં “પરાગમ” શબ્દ પાકશાસ્ત્રના સામાન્ય અર્થમાં છે કે એ વિષયના એ નામના કેઈ વિશિષ્ટ ગ્રન્થનું નામ છે એ કહેવું મુશ્કેલ છે. પણ એટલું સ્પષ્ટ છે કે એ સમયમાં પાકશાસ્ત્રને ખાસ અભ્યાસ થતો, એ માટે દૂર દેશાવર પણ જવું પડતું અને ઉત્તમ રસોઇયાઓ માટે પાકશાસ્ત્ર ઉપરાંત ચિકિત્સાશાસ્ત્રને અભ્યાસ કરવાનું પણ જરૂરી હતું.
ભ્યપુત્ર “ સાગરચંદ્ર પરમ ભાગવતની દીક્ષા લઈ સૂત્રથી તેમજ અર્થથી ભગવદગીતાને પરમાર્થ જાણનારે થયો(૬૦)-એમાં મળ “ભગવદ્ગીતાને પાંચમા સૈકા જેટલું જૂને ઉલ્લેખ પણ અગત્યને છે.
કથાના બે પ્રકારે વર્ણવવામાં આવ્યા છેઃ “ચરિતા અને કલ્પિતા. એમાં ચરિતા બે પ્રકારની છે. સ્ત્રીની અથવા પુરુષની. ધર્મ અર્થ અને કામવિષયક કાર્યોમાં જોયેલ, સાંભળેલ અને અનુભવેલ વસ્તુ તે ચરિત કહેવાય છે. એનાથી ઉલટું, કુશલ પુરુષોએ પહેલાં જેને ઉપદેશ કરેલ હોય અને જે સ્વમતિથી યોજેલું હોય તે કલ્પિત કહેવાય છે. પુરુષો અને સ્ત્રીઓને તમે ત્રણ પ્રકારનાં જાણો–ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ. તેમનાં ચરિતે પણ એ પ્રમાણે ત્રણ પ્રકારનાં છે.” (૨૭૧).
ચિકિત્સાશાસ્ત્રને લગતા ઉલ્લેખમાં-એક સ્થળે વૈદ્યના શસ્ત્રકાશને નિર્દેશ છે (૧૦૬), જે તે કાળના વિઘોમાં શસ્ત્રક્રિયા(Surgery)ને પ્રચાર બતાવે છે. ગૂઢ શલ્ય બહાર કાઢવા શરીર ઉપર માટી પડી, તે સુકાવી, શલ્યને બહાર કાઢી, ધાને ઘી અને મધ ભરી રુઝાવવાને ઉલેખ પણ છે (૬૪-૬૫). શતસહસ્ત્રતલના અત્યંગથી શરીરમાંના કૃમિઓ બહાર કાઢવાની નોંધ છે (૨૩૦). એક સ્થળે વૃક્ષાયુર્વેદને પણ ઉલ્લેખ છે (૬૧).
તાપસોમાં દિશા પ્રોક્ષક નામના તાપને ઉલ્લેખ છે (૨૧). સાંખ્યવાદી પરિવ્રાજકે કપડાનું ઉત્તરાસંગ કરતા, વસ્ત્રના ટુકડાથી કેડ બાંધતા, ડાબા ખભા ઉપર ત્રિદંડ અને કમંડળ રાખતા તથા હાથમાં માળા રાખતા (૪૯). “ત્રિદંડ અને કંડિકા ધારણ કરનારી અને જેણે સાંખ્ય અને યોગમાં પ્રવેશ કર્યો છે એવી પરિવાજિકાને નિર્દેશ પણ છે (૩૦૨). સેવાલી ઋષિએ ઉપદેશેલા ધર્મનો ઉલેખ એક સ્થળે છે (૩૪૭). સેવાલી, કૌડિન્ય અને દત્ત એ નામના ત્રણ તાપસ કુલપતિઓએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી હોવાની કથા જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે.
એક સ્થળે જીવંતવામીની પ્રતિમાને ઉલ્લેખ છે (૭૪). મહાવીર પૂર્વકાલીન ચાતુર્યામ ધર્મચાર મહાવ્રતવાળા ધર્મનું સંક્ષિપ્ત વિવરણ એક રથને છે (૩૪૮).
વસુદેવ-હિંડી’માંથી શસ્ત્રવિદ્યાને અને યુદ્ધવિદ્યાને લગતા પણ કેટલાક ઉલ્લેખો મળે છે. પ્રાચીન કાળમાં ચઢી આવતા સૈન્યને હણવા માટે નગરના દરવાજા ઉપર શિલા, શતદિની, કાલચક્ર વગેરે યાંત્રિક શો લટકાવવામાં આવતાં (૫). અગડદત્ત બાણવિદ્યા અને શસ્ત્રવિદ્યા શીખવાને પ્રારંભ કર્યો. પછી “શલાકા કાઢી, પાંચ પ્રકારની મુષ્ટિ શીખ્યો, પુનાગને જીયે, મુષ્ટિબંધ શીખે, લક્ષ્યવેધી અને દઢ પ્રહાર કરવાની શક્તિવાળો બન્ય, છૂટાં ફેંકવાનાં અને યંત્રથી ફેંકવાનાં એમ બે પ્રકારનાં બાણ અને અસ્ત્રમાં નિષ્ણાત થયો અને અન્ય પ્રકારનાં તપતન, છેદ્ય, ભેદ તથા યંત્રવિધાનોને... પારગામી થયો.”
પ્રાચીન શસ્ત્રવિદ્યાની પરંપરા સેંકડો વર્ષ પહેલાં લુપ્ત થઈ ગઈ હોવાને કારણે આ અવતરણમાંના સંખ્યાબંધ શબ્દ અને ક્રિયાઓના અર્થ આજે સમજી શકાતા નથી.
કપિલા લંભકમાં રાજકુમારને વસુદેવ કહે છે. “અસ્ત્ર, વ્યસ્ત્ર અને અખાસ્ત્ર જાણું છું. પગે ચાલતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org