Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
અધ્યાય- ૧ સૂત્રઃ ૨
[1]સૂત્રહેતુઃ -આ સૂત્ર સમ્યગ્દર્શનનું લક્ષણ-સ્વરૂપ અથવા વ્યાખ્યા પ્રગટ કરે છે. [] [2]સૂત્ર:મૂળ:-તત્ત્વાર્થાન્દ્રાનું સમ્યનિમ્ [] [3]સૂત્રપૃથ-તત્વાર્થ
श्रद्धानम् सम्यक् दर्शनम्
[] [4]સૂત્રસારઃ-(૧)તત્ત્વરૂપ [જીવ-અજીવાદિ] પદાર્થોની શ્રધ્ધાતે સમ્યગ્દર્શન. (૨)તત્ત્વરૂપી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રધ્ધાન તે સમ્યદર્શન.
] [5]શબ્દજ્ઞાનઃ
તત્ત્વ-તત્ત્વ,જીવ-અજીવ-આશ્રવ આદિ સાત.
અર્થ-અર્થ, જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય શ્રદ્ધાન્-વિશ્વાસ,આદર, જેની શ્રધ્ધા કરાય તે. સમ્ય વર્શન-સમ્યક્દર્શન [જુઓ સૂત્ર ૧:૧]
[] [6]અનુવૃત્તિ:- આ સૂત્રમાં કોઇ સૂત્રની અનુવૃત્તિ નથી.
[7]અભિનવટીકાઃ-તત્ત્વાર્થ શ્રધ્ધાન્ એવા સમ્યગ્દર્શનના લક્ષણમાં તત્ત્વ અર્થ અને શ્રધ્ધાન્ ત્રણ શબ્દોને સૂત્રકારે વણી લીધા છે. જેમાં સર્વ પ્રથમ રહેલા તત્ત્વ શબ્દમાં જે તત્ શબ્દ છે તે સર્વનામ છે.. અને પ્રત્યેક સર્વનામ સામાન્ય અર્થના વાચક હોય છે. તેને ભાવ અર્થમાં ‘‘ત્વ’’ પ્રત્યય લાગેલો છે. એટલે કે સર્વિંગણમાં રહેલો તત્ શબ્દ + તદ્વિતનો ભાવ પ્રત્યેય ત્વલાગી બન્યું, જે ભાવ સામાન્ય વાચી શબ્દ થયો. તેથી પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ તત્ત્વ વડે કહી શકાય છે.
..
તત્ત્વ કયા કયા છે તે આ અધ્યાયના સૂત્રઃ૪માં જણાવેલ છે તે મુજબ જીવ-અજીવઆશ્રવ-બંધ-સંવર-નિર્જરાં-મોક્ષ એ પ્રમાણે સાત તત્ત્વો ભે.
બીજી રીતે દેવ-ગુરુ-ધર્મ એ ત્રણે ને જ તત્ત્વ ભૂત ગણ્યા છે. બંને વ્યાખ્યામાં તત્ત્વ એટલે ભાવથી નિશ્ચિત કરાયેલ’' એ અર્થ કહેવાય છે. ભાવથી એટલે પોતાની જ રૂચિ-સમજ (પ્રતિપત્તિ) વડે જે નિશ્ચય કરાયો હોય તે સમજવો. માતા-પિતા વગેરેના દાક્ષિણ્યથી કે ધન આદિના લાભની અપેક્ષા વડે કરાયેલ નિશ્ચય ભાવથી માવત: કરાયેલો સમજવો નહીં. તત્ત્વની બીજી વ્યાખ્યા મુજબ નિળ પન્નતંતત્ત જે રાગ દ્વેષ રહિત અર્હત્ એવા જિનેશ્વરે ભાખ્યુ તે જ તત્ત્વ. અવિપરીત ભાવ વ્યવસ્થા વાળા નિયત કરાયેલા જીવ વગેરે તત્ત્વોને તત્ત્વો જાણવા.
તત્ત્વ શબ્દ સાથે જોડાયેલો બીજો શબ્દ અર્થ છે. અર્થ એટલે માનવું અથવા નિર્ધારણ કરવું. અહીં તત્ત્વ ને જ અર્થ રૂપે સ્વીકારવા માટે ત વ સર્વાં વાક્ય મુકી દીધું. જેમ કે જીવએટલે ઉપયોગ લક્ષણ વાળો જીવ તે તત્ત્વ છે. જીવ તત્ત્વ ઉપયોગ લક્ષણવાળા અર્થમાં સ્વીકારવું કે નિશ્ચય કરવો તે અર્થ.
જ સમગ્ર જેતત્ત્વાર્થશબ્દબન્યોતેના અર્થનેસ્પષ્ટ કરતાં જણાવેછેકેતત્ત્વાર્થએટલે જે પદાર્થ જે રૂપમાં રહેલો છે તે પદાર્થ ને તે રૂપથી જ ગ્રહણ કરવો. મતલબ કે વસ્તુનું યર્થાથ ગ્રહણ થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org