Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે વાકય દ્વારા પદાર્થનો સંપૂર્ણ રૂપે બોધ થાય તેને પ્રમાણરૂપપરાર્થાધિગમ કહેછે. જેના દ્વારા દેશતઃ બોધ થાય તેને નયરૂપ પરાધિગમ કહે છે.
આ બંને પ્રકારના પરાર્થાધિગમની વિધિ અને પ્રતિષેધની મુખ્યતાને આશ્રીને સાત પ્રકાર કહ્યા છે તેને સપ્તભંગી કહે છે જેની ચર્ચા અહીં હવે પછી સપ્તભંગી નામક શીર્ષક હેઠળ અલગ કરેલી છે.
પ્રમાણ અને નયની તુલનાઃ- નય અને પ્રમાણ વચ્ચે અંગાગી ભાવ છે. પ્રમાણ અંગી છે જયારે ન્યાયો તેના અંગો છે. પ્રમાણ કોઇપણ બાબતોનો પૂર્ણ પણે બોધ કરાવે છે, જયારે નય આંશિક બોધ કરાવે છે.
આત્મા નિત્યાનિત્ય છે એમ કહીએ તો તે પ્રમાણવાકય થયું પણ આત્મા નિત્ય છે. અથવા આત્મા અનિત્ય છે, એ વાકયો નય વાકયો કહેવાય કેમ કે તે એક અંશને રજૂ કરે છે. એ જ રીતે જ્ઞાન યિામ્યાં મોક્ષ: આ વાકય પ્રમાણ વાકય ગણાય. જ્ઞાનેન મોક્ષ: અથવા યિયા મોક્ષ: એ નય વાક્ય ગણાય.
સપ્તભંગી સ્વરૂપ
(૧)સ્થાવસ્તિ વ: સર્વ વસ્તુ કથંચિત્ છે જ. આ વિધિ કલ્પનાથી પ્રથમ ભંગ છે. કથંચિત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે વિધિ અંશનું પ્રધાનતાથી અને નિષેધ અંશનું ગૌણતાથી પ્રતિપાદન કરે છે.
જેમ કે ઘડો વગેરે પદાર્થ છે, તો તે પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિદ્યમાન છે પણ ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિદ્યમાન નથી. જેમ કે ઘડો માટીના પર્યાય રૂપે છે (અસ્તિ) પણ પાણી વગેરે પણાએ નથી માટે સ્વાત્ અસ્તિ કહ્યું. ‘‘તે સ્વરૂપે જ છે.’’ તેમ દર્શાવવા વ મુકયું. સ્વાત્ અસ્તિ વ
(૨)સ્થાત્ નાસ્તિ વ:-સર્વ વસ્તુ કથંચિત્ નથી જ. આ નિષેધની મુખ્યતા વાળો ભંગ છે. આભંગ ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપે પદાર્થના નિષેધ અંશનું મુખ્યતાએ પ્રતિપાદન કરે છે. જેમ કે ઘડો છે. તેનું માટી એ સ્વદ્રવ્ય છે.પીતળ જસત વગેરે પર દ્રવ્ય છે.
નામ-સ્થાપના દ્રવ્ય કે ભાવ એ ચારમાં જેનિક્ષેપાએ પદાર્થની વિવક્ષા કરી તે નિક્ષેપાએ સ્વ-રૂપ ગણાય પણ અન્ય નિક્ષેપાએ તો પર-રૂપ જ ગણાશે. જેમ કે મહાવીર એ નામ નિક્ષેપો છે તેથી સ્થાપના નિક્ષેપાએ તો સ્થાત્ નાસ્તિ વ જ ગણાશે.
(૩)સ્યાત્ અસ્તિ સ્યાત્ નાસ્તિ સર્વ વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ નથી જ. એ પ્રમાણે વિધિ નિષેધની કલ્પના કરવી. જેમ કે સ્વ અપેક્ષાએ ઘડો છે. પણ પર પર્યાય દૃષ્ટિએ ઘડો નથી. એટલે કે સ્યાદ્રસ્તિ વ ધટ: સ્થાત્ નાસ્તિ વ ધટ: ઘડો કથંચિત્ છે અને કથંચિત્ નથી તે ભાંગો જાણવો.
(૪)સ્થાત્ અવક્તવ્યમ્ વૅ સર્વ વસ્તુ કથંચિત્ અવકતવ્ય જ છે. જયારે એક સાથે છે અને નથી એમ કલ્પના કરો ત્યારે અવતૢ ભાંગો બનશે.
ઞપ્તિ શબ્દ સત્વ ને પ્રતિપાદિત કરે છે.નાન્તિ શબ્દ અસત્વને પ્રતિપાદિત કરે છે. પણ પ્રધાનપણે બંને શબ્દો એક બીજાને પ્રતિપાદિત કરી શકતા નથી. ઘડો છે બોલે ત્યારે યાત્ ઞપ્તિ જ થશે અને ઘડો નથી બોલોતો સ્વાતનાસ્તિ જ થશે. પણ એક સાથે ઘડો છે. નથી તેમ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only