Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા I [7]અભિનવટીકા - શ્રુત અને મતિ જ્ઞાનોની ચર્ચા પૂર્વ સૂત્ર ૯માં થયેલી જ છે છતાં શ્રુતજ્ઞાનનો વિભાગ આ સૂત્રમાં શરૂ થતો હોવાથી અહીં ફરીથી શ્રુતનું સામાન્ય સ્વરૂપ નોંધેલ છે.
(૧)શ્રુતનો અર્થ- શ્રુત શબ્દ સામાન્યથી શ્રુતજ્ઞાનઅર્થમાં જ વપરાય છે છતાં કેવળ શ્રતની વ્યુત્પત્તિ કરતાં જણાવે છે સુયત મ ત કૃતમ્ “જે સંભળાય તે મૃત” જ શ્રોત્રાદિ નિમિત્તનું શબ્દાર્થ જ્ઞાન તે શ્રુત.
શબ્દાત્મક ઉપચારથી અને જ્ઞાનનો હેતુ હોવાથી જે સંભળાય તેને શ્રુત કહ્યું છે. તેમાં શબ્દ રૂપ સાથે આપ્ત વચનને મહત્વનું ગયું. તેથી આપ્ત વચન રૂપ અંગપ્રષ્ટિઅંગબાહ્ય એ બંનેને અહીં મુખ્ય રૂપે શ્રુત ગણ્યાં છે.
* શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થવાથી નિરૂપ્યમાન પદાર્થ જેના દ્વારા સંભળાય તેને શ્રુત કહેવાય છે.
(૨)શ્રુતજ્ઞાનનું સ્વરૂપ:-બોલાયેલો શબ્દ સાંભળીને, પુસ્તક વગેરેમાં રહેલો શબ્દ ચક્ષુ દ્વારા જોઈને અથવા પ્રાણ વગેરે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતા અક્ષરો ને જણાવનાર વિજ્ઞાન વડે જાણીને જે જ્ઞાન થાય તેને શ્રુત કહે છે. એવા એ મૃત વડે જે જણાવાય છે તે શ્રુતજ્ઞાન.
* શ્રી વિશેષાશ્યકમાં જણાવ્યા મુજબ “મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ તે શ્રુતજ્ઞાન [શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવ શ્રુતનું કારણ હોવાથી દ્રવ્ય શ્રત છે]
* શબ્દ અને અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન. આવું જ્ઞાન થયા પછીતે વિષયને અમુક શબ્દથી ઓળખવામા આવે છે, તે વિષયના લાભાલાભ વિચારાય છે, તે વિષયનો ઉપયોગ થવાન થવાની રીત વિચારાય છે. આવા અનેક પ્રકારના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે કેમ કે આવું જ્ઞાન સાંભળીને કે વાંચીને વિશેષ પ્રકારે થતું હોય છે.
s આ રીતે શ્રુતજ્ઞાન થવામાં સાંભળેલા શબ્દોનું મતિજ્ઞાન નિમિત્ત છે. તદુપરાંત ઉપલક્ષણથી બીજી ઇન્દ્રિયો થકી થયેલા વાચ્યોના મતિજ્ઞાન ઉપરથી થતા તે તે પદાર્થોના તે તે શબ્દોનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ છે.
(૩)શ્રુતજ્ઞાનમાંનિમિતભૂત એવા-અથવા જેને શ્રુત ગણે છે તેવામામિ વગેરેનો અર્થ
કુયતે આપણે શ્રત રૂપે શબ્દને ઓળખાવાય છે. તે શબ્દોને જણાવનારું એવું કે જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહ્યું તેમાં આપ્ત વચનાદિનો સમાવેશ કર્યો છે.
માતરાગ વગેરેથી રહિત એવા વીતરાગના વચનને આપ્તવચન કહે છે. કેમકે તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન કેવળદર્શનના પ્રભાવે બધું જ જાણે છે-જુએ છે. અર્થસ્વરૂપે પ્રકાશે છે. તેથી પ્રાપ્તવચન કહ્યું.
ગણધર પરમાત્માએ ગયેલ દ્વાદશાંગીને જ અર્થ રૂપે પ્રકાશતા હોવાથી ગણધર ભગવંતોના વચનને પણ વચન માપ્ત ગણેલ છે.
ગા-ગાછિત ગાવાયં પરમ્પરય આચાર્યની પરંપરાથી વાસીત થયેલ તે આગમ. રૂપરેશ-૩પરિતે ઉગ્વાતિ ત. જે ઉચ્ચારાય અથવા નીકટથી કહેવાય તે ઉપદેશ. તિ-“એ પ્રમાણે વૃધ્ધોએ કહેલું સંભળાય છે.” તેને ઐતિહ્ય કહે છે આનો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org