Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૪
-
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તોપણફેક્ટરીમાંથી છુટતાંજતે “હુંજમવાજાઉં છું તેમ કહે છે. અહીં ભોજનક્રિયાની મુખ્યતા છે. તે સંકલ્પની સિધ્ધિ માટે અન્ય ક્રિયાઓ છે તેની ગૌણતા છે. તેથી આ સંકલ્પ-નૈગમનથ કહ્યો.
અંશ -અંશનો પૂર્ણમાં ઉપચાર તે અંશ-નૈગમનય કહ્યો. પગમાં સામાન્ય ફેકચર થયું હોય તો પણ પગ ભાંગ્યો તેમ કહેવાય છે. સાડી સહેજ ગંદી થઈ હોય તો પણ આખી સાડી ગંદી કરી નાખી તેવું બોલાય છે. આ સમગ્ર વ્યવહારને અંશ નૈગમ કહ્યો.
ઉપચાર-ભૂતનો વર્તમાનમાં ઉપચાર,ભવિષ્યનો વર્તમાનમાંઉપચાર,કારણનો કાર્યમાં ઉપચાર, આધેયનો આધારમાં ઉપચાર એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. તેને ઉપચાર નૈગમ કહેછે.
આજે દિવાળીનો દિવસ છે. આજે ભગવાન મહાવીરનિર્વાણ પામ્યા. હવે પ્રભુના નિર્વાણને તો સેંકડો વર્ષથઈ ગયા છતાં આપણે ભૂતકાળનો વર્તમાનમાં આરોપ કરીને બોલીએ છીએ.
મજુરો એમ બોલે છે કે “ચા” એ અમારું જીવન છે. ખરેખર “ચા” જીવન થોડું છે? પણ મજુરોને “ચા” જીવનના અંગભૂત કારણ સમાન લાગે છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર થયો કહેવાય.
રાજાના કુંવરના લગ્નને દિવસેઆખું નગરઆનંદમય બની ગયું. અહીંનગરજનોના હર્ષને બદલે નગર આનંદમય થયું તેમ બોલાય છે તે આધેય એવા નગરજનોના આધારરૂપ નગરમાં ઉપચાર કરાયો છે. આ બધાં ઉપચાર નૈગમના દ્રષ્ટાંતો છે.
સામાન્ય-વિશેષ-નગમનયનૈગમન સામાન્ય તથા વિશેષ બંનેને અવલંબે છે. તેનો આધાર લોકરૂઢિ છે. જેમ લંડન ગયેલા કોઈ ભારતીયને પૂછે કે ક્યાં રહો છો? તો તે કહેશે કે હિન્દુસ્તાનમાં રહું છું હિન્દુસ્તાનમાંના કોઈ અન્ય પ્રદેશમાં હોયઅને પૂછે કે તમે ક્યાંના કહેશે કે હું મહારાષ્ટ્રનો વતની.
મહારાષ્ટ્રમાં કદાચ કોઈ ગામડે ગયો હોય અને પૂછશોતો કહેશે કે હું મુંબઈનો. મુંબઈમાં પાયધુની ઉપર મળી જાયને પુછો કે કયાં રહો છે? તો કહેશે કાંદીવલી.
છેવટેશંકરગલી-શંકરગલીમાંમહાવીરએપાર્ટમેન્ટર-બી. ૧૭ એવો કોઈ જવાબઆવશે.
અહીં મહારાષ્ટ્રની અપેક્ષાએ હિન્દુસ્તાન સામાન્ય છે પણ મુંબઈ વિશેષ છે. મુંબઈની અપેક્ષાએ મહારાષ્ટ્ર સામાન્ય પણ કાંદીવલી વિશેષ છે. આ રીતે આ નૈગમન સામાન્ય તથા વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.
ભાષ્યકારે જણાવેલા નૈગમનયના બે ભેદ (૧)સર્વપરિક્ષેપી (૨)દેશ પરિક્ષેપી -સર્વપરિક્ષેપી એટલે સામાન્ય. દેશપરિસેપી એટલે વિશેષગ્રાહી. –પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપ છે.
--જીવમાં જીવતત્ત્વ' એ સામાન્ય ઘર્મ છે જે સદાકાલ સાથે રહેનારું છે. જયારે તેના પર્યાય એ વિશેષ ધર્મ છે. નારક-તિર્યંચ-દેવ-માનવ એ જીવના પર્યાયો છે.
એજ રીતે-ઘડો. ઘડા તરીકે સામાન્ય ધર્મ છે. જયારેલાલ કાળો વગેરે તેના વિશેષ ધર્મો છે. (૨)સંગ્રહનયઃ
# પદાર્થોનો સવદેશ સામાન્ય અને એક દેશ [વિશેષ) નો સંગ્રહ જેિ શબ્દથી જણાય તેને સંગ્રહનય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org