Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૫
૧૪૩ પરીક્ષામાં પ્રથમ આવેલો ચોથો મુર્ખ કહે છે કેમ કે તેનું વ્યવહારનું જ્ઞાન નથી. આવા અનેક ગુણધર્મોથી તે માણસની ભિન્ન ભિન્ન ઓળખ અપાય છે.
અહીં પરસ્પર વિરોધી લાગતા લક્ષણો જ એક માનવીમાં જણાય છે. છતાં તેને અસત્ય કહી શકાતું નથી. કારણ કે દરેક લક્ષણ કોઇને કોઇ અપેક્ષાએ કહેવાયું છે. નયવાદ આવા પરસ્પર વિરોધી વાકયો વચ્ચે એકવાકયતા સાધે છે. તેથી નયવાદ અપેક્ષાવાદ પણ છે.
આપણો સમગ્રવ્યવહાર નય અથવા અપેક્ષા પર ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. જેમ કે સાધુ ભગવંત “મોક્ષને સાધે છે.” તે અપેક્ષાએ સાધુ કહ્યા. ઘર રહિત હોવાથીમMાર કહ્યા. ભિક્ષાચર હોવાથી ભિખ્ખું કહ્યા. ગ્રંથિ રહિત હોવાથી નિર્ગથ કહ્યાં એ રીતે એક અપેક્ષાએ મુનિ કહ્યા, બીજી અપેક્ષાએ શ્રમણ કહ્યાં. બધાં જ સાધુ શબ્દના પર્યાય છે. છતાં જયારે જે અપેક્ષાએ વાત થાયત્યારે તે ધર્મને આગળ ધરી તેનો પર્યાય કહ્યો છે. અપેક્ષા અનંત છે માટે નયો પણ અનંત છે. આ અનંત નયમાંથી અહીં પાંચ સાત નયો સૂત્રકારે આપણી સમક્ષ મૂકેલા છે.
જ નયનો અર્થ અને અપર્યાય - જુદાં જુદા અર્થ કે વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૧: માં કહ્યા છે. એટલે નય નિરૂપણમાં આપેલ વિગતને જ અહીં વ્યાખ્યારૂપે રજૂ કરી છે.
પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ કે સ્વભાવ હોવાથી એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી ભાસે આ અનંત ધર્મમાંથી જે ધર્મ કે સ્વભાવને મુખ્ય કરીને બોલાય તે નય કહેવાય.
આ નય શબ્દના વિવિધ પર્યાયો કહ્યા છે. ન:- નયને રૂતિ નયા: જીવાદિ પદાર્થોને સામાન્યથી પ્રગટ કરવું તે નય.
તેને માટે ભાષ્યકારમહર્ષિપ્રાપક-કારક-સાધક-નિર્તક-નિર્ભસક-ઉપલંભક-ભંજકએપર્યાય શબ્દો વાપરે છે. સિધ્ધસેનીય તથા સભાષ્ય ટીકામાં તેની વ્યાખ્યા કરાયેલી છે. જેમકે
પ્રાપ:-જે તે પદાર્થોને આત્મામાં પહોંચાડે તે પ્રાપક. પર આત્મામાં અપૂર્વ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરાવે તે કારક.
# સૂત્રકારે મુખ્ય પાંચ નયો કહ્યા. જેમાં શબ્દ નયના ત્રણ ભેદ ગણતાં કુલ [૪+૩. સાત ભેદો થશે. જે નીચે મૂજબ કહ્યા છે.
(૧)નૈગમનયા-નિગમ એટલે દેશ. જુદા જુદા દેશોમાં જે જે શબ્દો બોલાય છે. તેઓના અર્થોનું જ્ઞાન તે નૈગમ નય.
વ્યુત્પત્તિ અર્થ લઇએ તો જો યચ. જેને એક ગમ એટલે કે એક વિકલ્પ કે દ્રષ્ટિ નથી અર્થાત્ બહુ વિકલ્પ કે અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ.
વ્યવહારમાં થતી લોકરૂઢી અને સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે. નૈગમમનયના ત્રણ ભેદો થકી તેનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરાય છે.
(૧)સંકલ્પ -એક ક્રિયા કરવા વિશે નિર્ણય કર્યો. તે મુજબ તે ક્રિયા માટે અન્ય પ્રવૃત્તિ આરંભી તો તે પ્રવૃત્તિને પણ ક્રિયા માટેની પ્રવૃત્તિ જ ગણી.
કોઈગરીબમજૂરને પૂછેકે “કયાં જાઓ છો? તે કહેશેકેજમવા જાઉછું.ખરેખરતોતેમજુરીના પૈસા લઈ બજારમાં જશે. ત્યાંથી ખરીદી કરશે, ઘેર જઈ રોટલી-શાક બનાવશે, પછી જમશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org