Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે-(૧)શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨)ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૩) જિજ્વેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૪) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ છ પ્રકારે- (૧) શ્રોત્રેન્દ્રિયનો (૨) ચક્ષુરિન્દ્રિયનો (૩)પ્રાણેન્દ્રિયનો (૪) જિક્વેન્દ્રિયનો (૫) સ્પર્શનેન્દ્રિયનો (૬) નોઇન્દ્રિયનો
ઇહા-અપાય-ધારણાના શ્રોત્રેન્દ્રિય વગેરે ઉપરોક્ત છ-છ ભેદો છે. આ રીતે શ્રુતનિશ્રિત મતિજ્ઞાન ૬x૪ = ૨૪ + ૪ = ૨૮ ભેદો છે. પરોક્ષ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો છે.
અક્ષર-અનક્ષર, સંશી-અસંશી, સમ્યક્-મિથ્યા,સાદિક-અનાદિક, સંપર્યવસિતઅપર્યવસિત, ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય.
અક્ષર શ્રુતના ત્રણ ભેદ છે- સંજ્ઞાઅક્ષર-વ્યંજનઅક્ષર-લબ્ધિઅક્ષર સંશી શ્રુત ત્રણ પ્રકારે-કાલિક-ઉપદેશથી, હેતુવાદ, દષ્ટિવાદ શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર ભેદે-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ
અંગબાહ્ય [અનંગ પ્રવિષ્ટ] ના બે ભેદ-આવશ્યક-આવશ્ય ક ભિન્ન આવશ્યકના છ ભેદ- સામાયિક-ચતુર્વિશતિસ્તવ-વંદન-પ્રતિક્રમણ-કાર્યોત્સર્ગ
૧૫૮
પચ્ચક્ખાણ
આવશ્યક ભિન્નના બે ભેદ-કાલિક-ઉત્કાલિક
અંગપ્રવિષ્ટના બાર ભેદ-આચારાંગ-સુયડાંગ-ઠાણાંગ-સમવાયાંગ-ભગવતીજ્ઞાતાધર્મકથા-ઉપાશક દશા-અંતકૃતદશા-અનુત્તરોપપાતિક-પ્રશ્નવ્યાકરણ-વિપાક-દષ્ટિવાદ - આરીતે માત્ર મુખ્ય ભેદના નામ કહ્યા. તેનો વિસ્તાર કે સ્વરૂપ જાણવા માટે શ્રી નંદિસૂત્ર તથા તેની ટીકા જોવી. ]]
જી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org