Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 145
________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સારાંશ રૂપે એમ પણ કહી શકાય કે ઉન્માદના કારણે જેમ સત્ય-અસત્યનો તફાવત જાણી શકતા નથી. આથી તેનું સાચુ જૂઠું બધું જ્ઞાન વિચાર શુન્ય અથવા અજ્ઞાન જ કહેવાય, તેમમિથ્યાબ્દિકે સંસારાભિમુખ આત્મા ગમેતેટલા અધિક જ્ઞાનવાળો હોય તો પણ આત્મિક વિષયમાં આંધળો હોવાથી એનું બધું લૌકિક જ્ઞાન આધ્યાત્મિક દ્રષ્ટિએ અજ્ઞાન જ છે. કેમ કે તેનું વિશાળ જ્ઞાન સાંસારિક વાસનાની પુષ્ટિમાં જ વપરાશે. જો જ્ઞાનમાં વિપર્યય થતો ન હોય તો જગતમાં બધાં મોક્ષાભિલાષી જ રહે અથવા કયાંય મત-મતાંતર કે ગેરસમજ કેભૂલ થવાનું બને જ નહીં. બધાં બધી વસ્તુને સમરૂપે જ સ્વીકારે અથવા સત્ય વાત સમજાતા ભૂલ છોડી જ દે. પણ તેમ બનતું નથી માટે જ્ઞાનમાં વિપર્યયતા છે તે ચોક્કસ છે માટે જ તે અજ્ઞાન છે. $ મોક્ષમાર્ગના ત્રણ સાધનોઃજ સમ્યગ્દર્શન વિશે સૂત્ર ૮ સુધીમાં કહેવાયું. જ સમ્યજ્ઞાન વિશે આ સૂત્ર સુધીમાં કહ્યું. જ સચ્ચારીત્ર વિશે અધ્યાયઃ ૧માં કહેશે. પૂર્વે સૂત્ર પમાં પ્રમાયિામ: કહ્યું પ્રમાણ એટલે જ્ઞાન તેની ચર્ચા કરી હવે બે સૂત્રમાં નયને જણાવે છે. U [સંદર્ભ૪ આગમ સંદર્ભઃ से किं तं मिच्छासुयं ? जं इमं अण्णाणिएहि मिच्छादिट्ठएहिं सच्छंदबुद्धिमइ विगप्पिअं ત્યાદ્રિ ! જ નંદિસૂર૪૨ [9]પદ્ય(૧) ખોટા ખરાનો ભેદ ન લે વિના વિચાર આચરે જેમ ગાંડાની પ્રવૃત્તિ તેમ તેહ અજ્ઞાની કરે. . (૨) હોય જયારે ત્રણે જ્ઞાન નહિં આત્મા વિમુખ જયાં ત્યારે ગણાય અજ્ઞાન જ્ઞાને આત્માભિમુખતા [10]નિષ્કર્ષ - આ સૂત્રમાં જણાવ્યાનુસાર મિથ્યાદ્રષ્ટિજીવ સત્ અને અસત્નો ભેદ જાણતો નથી તેથી નિષ્કર્ષ એ લઈ શકાય કે પ્રત્યેક મોક્ષાભિલાષ જીવે પહેલા સત્ અને અસતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા અને વિવેક જાળવવા પ્રયત્ન કરવો જોઇએ. અથવા તો તેના પાયારૂપ એવી પૂર્ણ શ્રધ્ધા કેળવવી જોઇએ. કેમકે સમ્યગ્દર્શનીનું જ્ઞાનસમ્યગમ્યું છે. વળી ૩૧ સૂત્ર સુધી ગતિ પણાને સૂચવે છે. જયારે આ બે સૂત્ર નાસ્તિપણાને જણાવે છે. મતલબ કે આ બે સૂત્ર પરિહારપણું જણાવે છે. તેથી આદરવા યોગ્ય વસ્તુ આદરી અને છોડવા યોગ્ય વસ્તુનો પરિહાર કરી સત અને અસતના ભેદના જ્ઞાનથી મિથ્યાજ્ઞાન ટાળવું. (જ્ઞાનના ભેદો માટે શ્રીનંદિસૂત્રનુંસાર ભેદો જાણવા પરિશિષ્ટ જોવું.) [U S T U M T US Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174