Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૯
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૩ માફક મરજી પ્રમાણે [અર્થ કરવાથી મતિ આદિ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે.]
U [5]શબ્દજ્ઞાન -
-વાસ્તવિકતા અથવા સત્ પદાર્થ અર–અવાસ્તવિકતા અથવા અસત પદાર્થ
વિશેષા–-તફાવત રહિત ભેિદ ન જાણતા] યચ્છી-પથ-વિચારશૂન્ય-ઉપલબ્ધિના કારણથી મરજી પ્રમાણે. ૩નવ-ગાંડાની જેમ U [6]અનુવૃત્તિઃ-મમ્મુિતાવો વિપર્યa.
U [7]અભિનવટીકા-પૂર્વસૂત્રના અંતે પ્રશ્ન કર્યો કે સ્પર્શ-રસ વગેરે જ્ઞાન સમ્યગ્દર્શની કેમિથ્યાદ્રષ્ટિવાળાબંનેને સમાન હોય છે તો પછી આ જ્ઞાન ને અજ્ઞાન કેમ કહ્યું? આ પ્રશ્નનો ઉત્તર આપતા આ સૂત્રના ભાષ્ય થકી ખુલાસો કરે છે
જેમ કોઈ ગાંડો માણસ [ઉન્મત થયેલો માણસ કર્મોના ઉદયથી તેની ઇન્દ્રિયો ખામીવાળી હોવાને લીધે ખરી વસ્તુ સ્થિતિ-[વાસ્તવિકતા કે સત્ પદાર્થ ને જાણી શકતો નથી. તે ગાયને ઘોડો કે ઘોડાને ગાય એમ કહી દે છે. સોનાને ઢેકું કે ઢેફાંને સોનું પણ ધારે છે.
આ પ્રમાણેની વિપરીત ધારણાઓને કારણે તેને જેમ અજ્ઞાન જ કહે છે તેમ-વિપરીત રીતે ધારણા કરનારને અજ્ઞાન જ હોય છે. અર્થાત મિથ્યાદર્શનથી જેની ઇન્દ્રિયો અને બુધ્ધિ ઘેરાઈ ગયેલી હોય તેના મતિશ્રત અને અવધિ અજ્ઞાનરૂપ હોય છે.
આ અજ્ઞાન ને અપ્રમાણ કે અસમ્યગું [મિથ્યા) જ્ઞાન પણ કહે છે. સૂત્રકારે તેને માટે વિપર્યય (જ્ઞાન શબ્દ પણ વાપરેલ છે.
મિથ્યાદ્રષ્ટિ - સત ને અસત્ કહે અને અસત્ ને સત્ કહે. કોણ સ છે અને કોણ અસત્ છે? કેમ સત કે અસત છે, વગેરે વિશેષતાઓ સમજી શકતો નથી.
સર્વજ્ઞ ભગવંત જણાવે છે કે પ્રત્યેક વસ્તુ સ્વ-રૂપે સત છે અને પર-રૂપે અસત્ છે. દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ સત-વિદ્યમાન છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ અસત-અવધિમાન છે.
સુપ્રસિધ્ધ અને વારંવાર કહેવાતા ઘડાના દૃષ્ટાન્ત ને જોઈએ.
જેમ-અમદાવાદનો શિયાળામાં બનેલો લાલ રંગ માટીનો એક ઘડો છે-તે માટીરૂપ સ્વ દ્રવ્યની અપેક્ષાએ સત્ છે પણ સુતરરૂપ પર દ્રવ્યની અપેક્ષાએ અસત્ છે.
અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત છે અને મુંબઇ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસ છે. શિયાળારૂપસ્વકાલની અપેક્ષાએ સત છે અને ઉનાળારૂપ પર કાલની અપેક્ષાએ અસતછે.
લાલરંગ રૂપસ્વભાવ [પર્યાય ની અપેક્ષાએ ઘડોસત છે પણ કાળા રંગરૂપ પરભાવની અપેક્ષાએ અસત્ છે.
* આ રીતે પ્રત્યેક પદાર્થમાં સત્વકે અસત્વ, નિત્યત્વકે અનિત્યત્વ, સામાન્ય કે વિશેષાદિ ધર્મો હોવા છતાં મિથ્યાદ્રષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે કે અમુક વસ્તુઅસત્ જ છે... એવા એકાંત રૂપે એકાદ ઘર્મનો સ્વીકાર કરી અન્ય ધર્મનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન-અજ્ઞાન સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org