Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૨
૧૩૭
જ્ઞાનથી વિરુધ્ધ તે અજ્ઞાન.
અહીં ભાષ્યકાર મહર્ષિ એક શંકા દર્શાવી તેનું સમાધાન કરે છે-જો જ્ઞાન તે અજ્ઞાન એવું કહેશો તો છાયડો અને તડકો તથા ઠંડુ અને ઉત્તું તેની માફક પરસ્પર અત્યન્ત વિરૂધ્ધ વાત થશે તેનું શું?
એ જ્ઞાનો મિથ્યાદર્શનથી જોડાયેલા હોવાથી વિપરીત જાણનારા છે માટે તે અજ્ઞાન રૂપ છે તેથી તેને મતિ અજ્ઞાન,શ્રુત અજ્ઞાન અને [અવધિ-અજ્ઞાન] વિભંગ જ્ઞાન કહ્યા છે. અજ્ઞાન શબ્દનો ભાવ શો?
અહીં અજ્ઞાન શબ્દ મૈં જ્ઞાન જ્ઞત ઞજ્ઞાનું એવાનન્ સમાસવાળો નથી. અર્થાત્ જ્ઞાનનો અભાવ જણાવતો નથી. પણ ‘‘વિપરિત જ્ઞાન’’ એવો અર્થ જણાવે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ વસ્તુના યર્થાથ બોધ ને જણાવે તેને જ જ્ઞાન કહ્યું છે પરિણામે વિપરીત બોધ કરાવનાર બાહ્ય દૃષ્ટિએ જ્ઞાન અવશ્ય કહેવાય છતાં આત્માને મોક્ષ માર્ગે સહાયક ન હોવાથી તેને અજ્ઞાન જ ગણેલ છે(મિથ્યા દ્રષ્ટિના મતિ-શ્રુતિ-અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયો અજ્ઞાન જ છે) વસ્તુનો યર્થાથ બોધ થવો એ જ જ્ઞાન છે.
વસ્તુનો યથાર્થ બોધ કયારે થાય?
જયારે મિથ્યાત્વ મોહનો ઉદય હોય ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો નથી. વિપરિત બોધ જ થાય છે. એથી મિથ્યાદષ્ટિના મતિ-શ્રુત અને અવધિ એ ત્રણે જ્ઞાન વિપરિત અર્થાત્ અજ્ઞાન રૂપજ છે.
જયારે મિથ્યાત્વ મોહનો નાશ થાય અને સમ્યગ્દર્શન ગુણ પ્રગટે ત્યારે સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે. મતિ શ્રુત-અવધિ ત્રણે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ બને છે.
યથાર્થ બોધની વિવક્ષા શું?
અહીં યથાર્થબોધનો અર્થપ્રમાણ શાસ્ત્રની દૃષ્ટિએ નથી કર્યો પણ અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિએ ર્યોછે. પ્રમાણ શાસ્ત્રની દૃષ્ટિએ તો સમકિતી આત્માને પણ અયથાર્થ બોધ છે તેવું ઘટી શકશે. જેમ દોરડું છે તેમાં દોરડાનું જ્ઞાન એ યથાર્થ બોધ છે પણ સાપનું જ્ઞાન થાય તો અયથાર્થ છે. કારણ કે ત્યાં સાપ નથી. અરે! કદાચ પીળીવસ્તુ જુએ ત્યારે આ પીતળ છે કે સોનું? તેવો સંશય પણ અયથાર્થ બોધ જ છે.
પ્રમાણ શાસ્ત્ર પ્રસિધ્ધ આવો અયથાર્થ બોધ સમ્યક્દર્શન વાળાને પણ હોઇ શકે. પણ અહીં તેની વિવક્ષા કરી નથી. અહીં તો મોક્ષમાર્ગમાં સહાયક બોધને યથાર્થ બોધ કહ્યો છે અને સમ્યગ્દર્શન યુકત જ્ઞાન મોક્ષમાર્ગમાં સહાયક રહેવાનું માટે તે બોધ યથાર્થ બોધ કહ્યો.
આ ઉપરાંત સમ્યક્ત્વયુકત જીવને આધ્યાત્મિક વિષયમાં પણ ક્યારેક સંશય કે વિપર્યય થાય તે સંભવ છે. પણ તેની શ્રધ્ધા મજબૂત હોવાથી સમ્યગ્દર્શનને કારણે સત્યની જિજ્ઞાસા હોવાથી કાંતો સત્યા સત્યનો નિર્ણય કરશે. અથવા ‘“મે જાણ્યું તે જ સાચું'' એવા આભિગહિક મિથ્યાત્વને બદલે સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું તે સત્ય છે એ વાતની શ્રધ્ધાવાળો જ હશે માટે તેનો બોધ યથાર્થ કહ્યો.
વ્યવહાર ભાષામાં કહીએ તો જીવ બે પ્રકારના. મોક્ષાભિમુખ અને સંસારાભિમુખ. મોક્ષાભિમુખ આત્મામાં સમભાવની માત્રા અને આત્મ વિવેક હોય છે. તેથી તે જ્ઞાનનો ઉપયોગ હેયોપાદેય પૂર્વક કરે છે. વળી સમભાવની પુષ્ટિ કરે છે માટે તેને યથાર્થ બોધ ગણ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org