Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૪
૧૧૯ મન:પર્યાય શાનઃ-મનના પર્યાયોને સાક્ષાત્ જાણવાવાળું જ્ઞાન તેમન:પર્યાય જ્ઞાન.
જ જે જ્ઞાન વડે મનુષ્ય લોકવર્તી મન:પર્યાપ્તિ વાળા પંચેન્દ્રિય પ્રાણીઓના મનના પર્યાયો જણાય છે તે જ્ઞાન મનઃ પર્યાય જ્ઞાન.
જ મન:પર્યાય જ્ઞાની મનના પર્યાયોને કઈ રીતે જાણે?
જેમ કોઈ કુશળ માણસ કોઈનો ચહેરો અથવા હાવભાવ જોઈને તેના ઉપરથી એ વ્યકિતના મનોગત ભાવો અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનથી નક્કી કરી લે છે.
હોશીયાર વૈધ માનવીની મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઇને શરીરમાં રહેલા રોગને અનુમાન વડે જાણી લે છે તે રીતે
મન:પર્યવ જ્ઞાની મહાત્મા પોતાના જ્ઞાન વડે મનના પર્યાયોકેવિચારોને પ્રત્યક્ષ જુએ છે. તે મનોવર્ગણાના પુદ્ગલોના જુદાજુદા આકરો પરથી અનુમાન કરી લે છે કે અમુક વસ્તુનો વિચાર કરે છે.
તે ચિંતવનાર કઈ વસ્તુ ચિંતવે છે તે જાણી શકાતું નથી પણ ચિંતન સમયે અવશ્ય રચાતી આકૃતિ પરથી ચિંતિત વસ્તુનું અનુમાનતે જ્ઞાની કરી લે છે. જેમકેતે ઘડા વિશે વિચારતો હોય તો તેના મનોવણાના પુગલો જે આકૃતિ ધારણ કરશે તે પરથી જ્ઞાની મહાત્મા અનુમાન કરી લેશે કે આ માણસ ઘડાનો વિચાર કરે છે.
» મન:પર્યાય જ્ઞાનના બે ભેદ - મન:પર્યાય જ્ઞાનના ક્ષયોપશમની વિચિત્રતાને આશ્રીને બે ભેદ કહ્યા છે..
(૧)નુમતિ મન:પર્યાયજ્ઞાન વિષયને જે સામાન્યરૂપે જાણે છે તે જુમતી મન:પર્યાય જ્ઞાન કહે છે. તેની સ્પષ્ટતા વૈવિધ્યતા વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનની અપેક્ષાએ અલ્પ છે.
જે મતિ સામાન્યને ગ્રહણ કરે છે તે અામતિ કહેવાય છે તેમ કહ્યું અહીં સામાન્ય નો અર્થ એક અથવા એક રૂપે એમ સમજવો.
જેમ કે ઘડા વિષે કોઈ ચિંતવન કરતો હોય તો તેના મનમાં પર્યાયો જાણીને ઋજુમતિ મન:પર્યવજ્ઞાની “આ ઘડા વિશે વિચારે છે એટલું કહી શકશે તેથી વિશેષ કંઈ જાણી શકશે નહી.
t [નોંધ:- જુમતિ સામાન્યગ્રાહી છે પણ તેને દર્શન ન કહેવાય.] (૨)વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન - વિષયને જે વિશેષરૂપથી જાણે તે વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન જાણવું. ઋજુમતિ કરતાં આ જ્ઞાનનો વ્યાપ-સ્પષ્ટતા વધારે છે.
જેમતિ વિશેષને ગ્રહણ કરે છે તેને વિપુલમતિ કહેવાય છે તેમ કહ્યું. અહીંવિપુલમતિનો અર્થ એક કરતાં વધારે અથવા વિપુલરૂપે વિષયને જાણે છે તેમ સમજવું.
જેમકેઘડાવિશે કોઇ ચિંતવન કરતો હોય તો તેના મનના પર્યાયોજાણીનેવિપુલમતિમનપર્યાય જ્ઞાની એમ કહી શકશે કે “આ ઘડા વિશે વિચારે છે. તે ઘડો લાલ રંગનો છે-મોટો છે?— એપ્રમાણેઘડાવિશેનાભિન્નભિન્ન પર્યાયોને પણ જાણી શકશે. વિશેષમાટે જુઓસૂત્ર-૨૫]
ઋજુમતિ-વિપુલમતિ ભિન્નતા - , 28જુમતિ કરતાં વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન વિશુધ્ધતર છે. સૂક્ષ્મતર અને અધિક વિશેષોને ફુટપણે જાણી શકે છે. વળી જુમતિ ઉત્પનન થયા પછી ચાલ્યું પણ જાય જયારે વિપુલમતિ
અપ્રતિપાતિ અર્થાત્ નાશ નહીં પામતું કહ્યું છે. તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.omg