Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
૧૨૮
બુધ્ધિશાળી માનીએ છીએ. ત્યાં આ સૂત્ર લાલબતી ધરે છે.
તીર્થંકર પરમાત્માના જ્ઞાનના અનંતમાં ભાગ જેટલા શબ્દો હોય છે. જેટલા શબ્દો છે તેના અનંતમાં ભાગે તે ઉપદેશ દ્વારા કહી શકે છે. તે ઉપદેશનો અનંતમો ભાગ સૂત્રમાં ગુંથાય છે તેટલું જ્ઞાન ચૌદ પૂર્વધર સુધી જ હોય છે.
આ જ તો પુરું એક અંગ જેટલું પણ જ્ઞાન નથી પછીનો જ્ઞાનનો અહંકાર શા કામનો? માટે આ સૂત્ર થકી વિચારવું કે ગમે તેટલું મતિ કે શ્રુત હોય તે પૂર્વ પુરૂષ અપેક્ષા એ ન્યૂનજ છે. માટે અભિમાન ન કરવું અને જો સર્વદ્રવ્ય-પર્યાય જાણવા હોય તો કેવળ જ્ઞાન માટે પ્રયત્ન કરવો.
અધ્યાય :૧ સૂત્રઃ૨૮
[1]સૂત્રહેતુઃ-અવિધજ્ઞાનનો ગ્રાહ્ય વિષય અથવા અવધિનો વિષય વ્યાપ આ સૂત્ર દ્વારા રજૂ કરાયો છે.
[] [2]સૂત્ર:મૂળ:-રુપિવવષે:
[] [3]સૂત્રઃપૃથ-રુષુિ - અવષે:
[] [4]સૂત્રસાર:-અવધિજ્ઞાનનો વિષય-વ્યાપ અર્થાત્ જાણવાની શકિત] રૂપી દ્રવ્યોમાં અને કેટલાંક પર્યાયોમાં હોય છે.]
[] [5]શબ્દજ્ઞાનઃરુપિણુ:-રૂપી દ્રવ્યોને વિશે. અવધિ-અવિધજ્ઞાન [ની શકિત] [] [6]અનુવૃત્તિ:
મતિશ્રુતયોનિનમ્ય:સર્વદ્રવ્યન્વસર્વપર્યાયપુ. સૂત્ર થી નિવન્ય: અને અસર્વ પર્યાયપુ એ બે શબ્દની અનુવૃત્તિ અહીં લેવી.
[] [7]અભિનવટીકાઃ-આ સૂત્રમાં અવિધજ્ઞાનનો વિષય વ્યાપ જણાવતાં લખે છે કે – અવિધજ્ઞાન રૂપિવ્યોમાં જ પ્રવર્તેછે. તેમ જ તે સર્વ પર્યાયોમાં નહીં પણ કેટલાંક પર્યાયોમાં પ્રવર્તેછે.
અત્યન્ત શુધ્ધ અવિધજ્ઞાન હોય તોપણ તે રૂપી દ્રવ્યોનેજ જાણી શકેછે. તેદ્રવ્યોના પણ પરિમિત પર્યાયોને જ જાણે છે.- પરમ પ્રકર્ષને પહોંચેલા જે પરમાવધિ જ્ઞાનનું અલોકમાં પણ લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને જોવાનુંસામર્થ્ય છે. તે પણ ફકત રૂપી અર્થાત્ મૂર્ત દ્રવ્યોને જ જાણે છે. અમૂર્ત દ્રવ્યોને નહીં અને તે રૂપી (મૂર્ત) દ્રવ્યોના પણ સમગ્ર પર્યાયોને જાણી શકતું નથી.
રુપી .શબ્દ મત્વીય પ્રત્યય વાળો છે. જે નિત્ય રૂપવાળો છે તેને રૂપી કહેવાય છે. × લોકાલોકમાં ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ એ પાંચ દ્રવ્યોછે. [જુઓ અધ્યાય -૫ સૂત્ર-૨] તેમાં એક પુદ્ગલ જ રૂપી દ્રવ્ય છે. [જને રૂપ-૨સ-ગંધ-સ્પર્શ હોય તે પુદ્ગલ] આ રૂપી દ્રવ્યોને અવિધજ્ઞાની જાણે છે. બાકીના ધર્માદિઅરૂપી દ્રવ્યોને અવિધજ્ઞાની જાણી શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org