Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7]અભિનવટીકા-મતિ વગેરે જ્ઞાનોમાંથી એક જીવમાં એકી સાથે એકથી માંડીને ચાર જ્ઞાન સુધી ઘટાવી લેવા
* કોઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંનું એક જ્ઞાન હોય છે. * કોઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંના બે જ્ઞાન હોય છે. * કોઈક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંના ત્રણ જ્ઞાન હોય છે. * કોઇક જીવમાં મતિ આદિ જ્ઞાનોમાંના ચાર જ્ઞાન હોય છે.
પરંતુ એક વાત યાદ રાખવી કે શ્રુતજ્ઞાન સાથે મતિજ્ઞાન અવશ્ય હોય જ છે. કેમ કે મૃત મતિ પૂર્વ એ વાત સૂત્રકારે પૂર્વે સ્વયં કહેલી જ છે.
તેના અર્થ એ કે શ્રુતજ્ઞાન હોય તેને અવશ્ય મતિજ્ઞાન હોય જ. પરંતુ મતિજ્ઞાન હોય તેને શ્રુત જ્ઞાન હોય અથવા ન પણ હોય.
જ એકજ્ઞાન -જયારે જીવનિર્સગ સમ્યક્ત પામે છે. ત્યારે તુરંતમતિ અજ્ઞાનને બદલે મતિજ્ઞાન ગણાય છે. અને તે વખતે હજુ જયાં સુધી શ્રુત કે શાસ્ત્રનો અભ્યાસ નહોય ત્યાં સુધી શ્રુતાનુસારી શ્રુતજ્ઞાન હોતું નથી. માત્ર મતિજ્ઞાન હોય છે.
$ અથવા કેવળજ્ઞાન જયારે હોય ત્યારે તે એકલું જ હોય છે. કેમ કે કેવળજ્ઞાન પરિપૂર્ણ હોવાથી એ સમયે અન્ય અપૂર્ણ બીજા જ્ઞાનનો સંભવ નથી.
આ રીતે જીવને માત્ર મતિજ્ઞાનકે માત્ર કેવળજ્ઞાન હોવું તેએકજજ્ઞાનનીભજનાછે તેમ કહેવાય.
* બેશાનઃ-જયારે જીવનેશ્રુતજ્ઞાનના અભ્યાસ સાથે મતિજ્ઞાન હોય ત્યારેબેજ્ઞાનનીભજના કહેવાય. અર્થાત તેને બે જ્ઞાન હોય છે. પાંચજ્ઞાનમાંથી નિયત સહચારી આ બે જ્ઞાન જ હોય છે.
* ત્રણશાનઃ-જીવને એક સાથે ત્રણ જ્ઞાનની ભજના હોય તેવો સંભવ માત્ર અપૂર્ણ અવસ્થામાં જ હોય છે. તેમાં અવધિજ્ઞાન કે મન:પર્યાય જ્ઞાન વિકલ્પ હોય છે. પણ મતિઅને શ્રુત તો સાથે જ રહેશે. આ રીતે બે વિકલ્પ.
-મતિ શ્રત અને અવધિજ્ઞાન અથવા
-મતિ શ્રુત અને મન:પર્યાયજ્ઞાન * ચાર જ્ઞાનઃ-ચાર જ્ઞાન પણ અપૂર્ણ અવસ્થામાં જ એક સાથે હોઇ શકે છે–મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય –આ ચાર જ્ઞાનની [ભજના) જીવને એક સાથે હોય શકે.
-કેવળજ્ઞાન થતાં બીજા કોઈ જ્ઞાનો રહેતા નથી. જેિ ચર્ચા આગળ કરી છે. તેથી પાંચ જ્ઞાનનો સંભવ એક સાથે નથી.
# મતિજ્ઞાન આદિ સાથે કેવળજ્ઞાન હોય કે નહીં? અહીં બે પ્રાચીન મત ભેદ છે. (૧)કેવળજ્ઞાની ભગવંતોને બીજા જ્ઞાનો હોય. (૨)કેવળજ્ઞાની ભગવંતોને બાકીના જ્ઞાનો ન હોય. બંને મત સંબંધિ જુદા જુદા આચાર્યો જે મત દર્શાવે છે તે અહીં રજૂ કરેલ છે. (૧)બીજા જ્ઞાન સાથે કેવળજ્ઞાન હોય છે. છતાં કેવળજ્ઞાનની મહત્તા કઈ રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org