Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૭
૧૨૭ આમદ્વાદશાંગીના અભ્યાસી એવા ચૌદ પૂર્વધર સર્વદ્રવ્યના અનંતમાંભાગના પર્યાયો જાણી શકે છે. પણ જે ભાવો કેપર્યાયોદ્વાદશાંગીમાં ગુંથાયા નથી તથા ભાવો માટે શબ્દોનથી. તે અનંત ભાવોને જાણી શકાતા નથી. આથી મતિ શ્રુતનો વિષય સર્વદ્રવ્યો છે પણ સર્વપર્યાયો નથી.
જ પ્રશ્ન મતિજ્ઞાન ઇન્દ્રિય વડે ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો તો માત્ર રૂપી દ્રવ્યોને જ ગ્રહણ કરે છે. તો મતિજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય કઈ રીતે હોઈ શકે?
8 મતિજ્ઞાન ઇન્દ્રિયની માફકમનવડેપણ ઉત્પન્ન થાય છે.મનપૂર્વ-અનૂભૂતવિષય ઉપરાંત શ્રત દ્વારા જાણેલા વિષયોનું અર્થાત બધાં રૂપી-અરૂપી દ્રવ્યોનું ચિંતન કરે છે. આથી મનોજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યોને મતિજ્ઞાનના ગ્રાહ્ય માનવામાં કોઈ વિરોધ નથી.
જ પ્રશ્ન-સૂત્રકારના જણાવ્યાનુસાર મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા રૂપી-અરૂપી બધાં દ્રવ્યો જાણી શકાય છે. તો પછી મતિ અને શ્રુતના ગ્રાહ્ય વિષયમાં કંઈજૂનાધિકતા છે જ નહીં તેમ માનવું પડશેને?
$ દ્રવ્ય રૂપ ગ્રાહ્યની અપેક્ષાએ તો બંનેના વિષયોમાં ન્યૂનાધિકતા નથી. પણ પર્યાય રૂપ ગ્રાહ્ય અપેક્ષાએ બંનેનાં વિષયોમાં અવશ્ય ચૂનાવિકતા છે.
બંને જ્ઞાન દ્રવ્યોના પરિમિત પર્યાયને જ જાણી શકે છે એટલી સમાનતા જરૂર છે. પણ મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી વર્તમાન પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે. પણ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના પર્યાયોને ગ્રહણ કરી શકે છે.
* પ્રશ્નઃ-અવધિ મન:પર્યાય અને કેવળજ્ઞાન નો વિષય વ્યાપ જણાવવા અલગ સૂત્ર રચ્યું તો મતિ-શ્રુત માટે એક જ સૂત્ર કેમ?
$ શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ થાય છે તેવું પૂર્વે સૂત્રમાં કહ્યું છે. તેથી જેટલાનું શ્રુત થયું તેટલાનું મતિજ્ઞાન હોવાનું જ એટલા માટે બંનેના વિષય જાણવાની શકિતની સમાનતા દર્શાવવા એકજ સૂત્રમાં બંને જ્ઞાનનો વિષય દર્શાવેલ હોય તેમ જણાય છે.
U [8] સંદર્ભઃઆગમ સંદર્ભ
નંદિસૂત્રમાં સૂત્ર ૩૭માં મતિજ્ઞાનને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જણાવ્યું છે. સૂત્ર૫૮માં શ્રુતજ્ઞાનને દ્રવ્યાદિ ચાર ભાવે વર્ણવેલ છે. તેના આધારે આ સૂત્રનો ભાવ પ્રતિપાદિત થાય છે. પણ સર્વથા સંગત આગમ સૂત્ર મળેલ નથી.
3 [9]પદ્ય(૧) મતિને શ્રુતજ્ઞાન સર્વે દ્રવ્યને જાણી શકે
સર્વ પર્યાયો નહીંપણ પરિમિત પર્યાયએ. (૨) છે મર્યાદિત પર્યાયો, મતિને શ્રુતજ્ઞાનના
છતાં રૂપી-અરૂપીમાં તે બંને જ્ઞાન પહોંચતા. [10] નિષ્કર્ષ - આ સૂત્ર મતિ અને શ્રુતજ્ઞાનની વિષય મર્યાદા જણાવે છે. તેમાં મુખ્ય વાત એ છે કે સર્વ દ્રવ્યોને જાણે પણ કેટલાંક પર્યાયોને જ જાણે. - બીજાની તુલનાએ થોડું પણ વિશેષજ્ઞાન કે બુધ્ધિ હોય તો આપણે આપણને જ્ઞાની કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org