Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૧
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૦
(અધ્યાય :૧ સૂત્રઃ૩૦) D [1]સૂત્રોત:-આસૂત્ર કેવળજ્ઞાનનો વિષય વ્યાપ જણાવે છે અથવા કેવળજ્ઞાનની પ્રવૃત્તિ કયાં થાય છે તેનો ખ્યાલ આપે છે.
U [2સૂત્રઃમૂળઃ-સર્વદ્રવ્યપર્યાયેષુ જેવી 0 [3] સૂત્ર પૃથક-સર્વ દ્રવ્ય પર્યg વેવસ્થ
[4]સૂત્રસાર -કેવળજ્ઞાનનો વિષયઅર્થાતુ તેની પ્રવૃત્તિ સર્વ [બધાજ]દ્રવ્યો અને પર્યાયોમાં છે.
U [5]શબ્દજ્ઞાનસર્વ-બધાં સઘળાં. દ્રવ્ય-[રૂપી-અરૂપી બધાં જ] દ્રવ્યો પર્યાય -અવસ્થા] -પર્યાયોમાં-પર્યાયોને વિશે. જૈવ-કેવળજ્ઞાન [ની] 3 [6]અનુવૃત્તિઃ- ઋતયોર્નિવચ: ૧-૨૭ સૂત્રથી નિવન્ય:
U [7]અભિનવટીકા-અત્યાર સુધી જે ચાર જ્ઞાનની વિચારણા કરી તેના કરતા વિશેષતા અને સંપૂર્ણતાને પ્રગટ કરતુ આ સૂત્ર છે.
કેમ કે આ સૂત્ર દ્વારા સૂત્રકાર કેવળજ્ઞાન અર્થાત સંપૂર્ણ જ્ઞાનનો વિષય વ્યાપ જણાવવા થકી લખે છે કે તે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોમાં પ્રવર્તે છે.
કેવળજ્ઞાન-સંપૂર્ણ પદાર્થો જાણનાર છે. સંપૂર્ણલોક અને અલોકરૂપવિષયવાળું છે.. તેનાથી ઉંચુ કોઈ જ્ઞાન નથી. કેવળજ્ઞાનના વિષય કરતાં બીજાં કોઈ પણ ય બાકી રહેતું નથી' એમ શ્રી ભાગ્યકાર મહર્ષિ પોતે જાણાવે છે.
આ કેવળજ્ઞાનની વિશેષ ઓળખ આપતા શ્રી ભાષ્યકારે લખ્યું
કેવળ-પરિપૂર્ણ-સમગ્ર-અસાધારણ નિરપેક્ષ-વિશુધ્ધ-સર્વભાવ જણાવનાર લોક અને અલોકમય વિષયવાળું અનંત પર્યાયોવાળું છે. એમ સમજવું.
(૧)કેવળઃ- અર્થાત એકલું. કેવળજ્ઞાન વખતે બીજા જ્ઞાનો ન હોય.
(૨)પરિપૂર્ણ-જયારે ઉત્પન્ન થાય ત્યારે એકીસાથે સંપૂર્ણ જ ઉત્પન્ન થાય છે. થોડું થોડું વધતું વધતું ઉત્પન્ન થતું નથી.
(૩)સમગ્રઃ- તે સર્વ શેયોને જાણે છે. (૪) અસાધારણ -આવું જ્ઞાન જગતમાં બીજું એકે નથી અર્થાત્ આજ્ઞાન અદ્વિતીય છે. (૫)નિરપેક્ષા-સ્વયં પ્રકાશી હોવાથી તેને જરા પણ બીજી મદદની અપેક્ષા રહેતી નથી.
(૬)વિશુધ્ધઃ- તેને એક પણ કર્મપરમાણુ જ્ઞાનાવરણીયાદિ કર્મો આવરી શક્તા નથી. કેમ કે તમામ [ઘાતી] કર્મોના ક્ષય પછી જ તે ઉત્પન્ન થાય છે. અને પછી કદી નાશ પામતું નથી
(૭)સર્વભાવશાપક-જગતની સર્વ સ્થૂલ અને સૂક્ષ્મતમ હકીકત જણાવવાનું સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનમાં છે. કેમ કે તે રૂપી-અરૂપી અથવા મૂર્ત-અમૂર્ત એવા તમામેતમામ દ્રવ્યોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org