Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવટીકા સાતમા ગુણઠાણે રહેલા-અપ્રમત્ત સાધુઓને જ ઉત્પન્ન થાય છે અને છઠ્ઠાથી બારમા ગુણઠાણા સુધી આ જ્ઞાન રહે છે. પછી તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન થતા નિવૃત થાય છે
(૪)વિષયઃ-શેય. જ્ઞાન દ્વારા જે પદાર્થ જણાય તેને શેય કહે છે ?ય એટલે વિષયજ વિષય એટલે જ્ઞાનગમ્ય પદાર્થ.
અવધિજ્ઞાન નો વિષય અર્થાત્ જ્ઞાનગણ્ય પદાર્થ સર્વરૂપી દ્રવ્યો છે-સર્વ પર્યાયો નથી. જયારે મન:પર્યાય જ્ઞાનનો વિષય તેના અનંતમે ભાગે હોય છે જો કે અવધિની અપેક્ષાએ મન:પર્યાય જ્ઞાનનો વિષય અતિશય સૂક્ષ્મ છે.
જેરૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે તેની વ્યાખ્યા કરતા શ્રી સિક્સેનીયટીકામાં જણાવે છે કે-ઉત્પાદ-વ્યય આદિ જેમાં છે તે સર્વ પર્યાયોને સંપૂર્ણ પર્યાય ગણ્યા છે. સર્વ પર્યાય અને અસર્વપર્યાયો માંહેના સર્વ પર્યાયોને અત્રે ગણેલ નથી.
ઉપરોકત સંપૂર્ણ પર્યાયોના જ સર્વેદ્રવ્યોને અવધિજ્ઞાની જાણે પણ તેના સર્વ પર્યાયોને જાણતા નથીએક એક પરમાણુના કદાચ અસંખ્યાતા પર્યાય જાણે, કદાચ સંખ્યાતા પર્યાય જાણે, જધન્યથી રૂપ-રસ-ગંધ-સ્પર્શને જાણે પણ સર્વપર્યાયોને તો નજ જાણે સર્વ પર્યાયને જાણનાર કેવળી જ હોય અર્થાત અવધિજ્ઞાનીનો વિષય અસર્વ પર્યાય કહ્યો.
જયારે મન:પર્યાય જ્ઞાનનો વિષય તો તેનો અનંતમો ભાગ છે જુઓ સૂત્ર ૧-૨૯] અર્થાત માત્ર મનોદવ્ય છે.
આ રીતે વિષયની વિશાળતામાં વધશાન વધે છે જયારે જાણવાની તીવ્રતા અને સૂક્ષ્મ જ્ઞાન શકિતમાં મન:પર્યાય જ્ઞાન વધે છે.
• પ્રશ્નઃ-મનના પર્યાયોપણ અવધિજ્ઞાનનોવિષયછેતો તેનાથી મનના વિચારો જાણી શકાય?
જ જાણી શકાય. વિશુધ્ધ અવધિજ્ઞાન વડે મનના વિચારો જણાય છે. જેમ કે અનુત્તર દેવો કોઇ પ્રશ્ન કરે ત્યારે ભગવંતે આપેલો ઉત્તર તો દ્રવ્ય મનથી જ હોય છે. છતાં આ દ્રવ્ય મનથી આપેલો ઉત્તર અવધિજ્ઞાની એવા અનુત્તર વાસી દેવો જાણી શકે છે.
પુનર્રશ્ન - અવધિ અને મન:પર્યાયમાં તો પછી વિશુદ્ધિની દ્રષ્ટિએ કયો ભેદ છે?
૪ મનપર્યાય જ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી મનના પર્યાયોને જાણી શકે છે તેટલી સૂક્ષ્મતા થી વિશુદ્ધિ અવધિજ્ઞાની જાણી શકતો નથી.
વિશુધ્ધિનો આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી પણ વિષયમાં રહેલી જૂનાધિક સૂક્ષ્મતાઓને જાણવા ઉપર છે.
જેમ ડોકટરોમાં જનરલ સર્જન બધા ઓપરેશન કરે પણ આંખના કે નાક-કાનના સ્પેશિયાલિસ્ટ માત્ર પોતાના તજજ્ઞ વિષયના ઓપરેશન હાથમાં લે, ત્યારે વિષયનો વ્યાપ જનરલ સર્જનનો વધુ કહેવાય પણ સૂક્ષ્મતાકતજજ્ઞતાતોસ્પેશિયાલિસ્ટની વિશેષ ગણાય. તેમ અવધિ કરતા મન:પર્યાય જ્ઞાન વિશુદ્ધતર છે.
U [8] સંદર્ભઃ
આગમ સંદર્ભ:-શ્રી નંદિસૂત્રમાં મન:પર્યવ જ્ઞાનના અધિકારમાં દ્રવ્યાદિચાર ભેદે આ વિષય ચર્ચેલ છે પણ સ્પષ્ટ સંદર્ભ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org