Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૧
અધ્યાય :૧ -સૂત્રઃ૨૧
[1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી અવધિજ્ઞાનનું સ્વરૂપ અને ભેદને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:-*દ્ધિવિષોવધિ:
[] [3]સૂત્ર:પૃથ-દ્વિવિધ: અધિ:
[] [4]સૂત્રસારઃ- અવધિ [જ્ઞાન] ના બે ભેદ છે. [ભવનિમિત્તે અને ક્ષયોપશમ થવાથી] ] [5]શબ્દશાનઃ
દ્વિ-બે. અવધિજ્ઞાનના ભેદની સંખ્યા સૂચવતો આંક છે. વિશ્વ-પ્રકાર અથવા ભેદ.
૧૦૯
અવધિ-અવધિજ્ઞાન (સૂત્રઃ૯ માં કહેવાઇ ગયું છે) [] [6]અનુવૃત્તિઃ-કોઇ સૂત્ર અહીં અનુવર્તતુ નથી.
[7]અભિનવ ટીકાઃ-આ સૂત્રમાં અવધિજ્ઞાનનું સ્વરૂપ તેના ભેદને આશ્રીને રજૂ કર્યું છે તે પૂર્વે અવધિજ્ઞાનનો અર્થ અહીં નોંધેલ છે.
અવધિજ્ઞાન:- પ્રમાણના બે ભેદ-પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રમાણના ત્રણ ભેદોમાં એક છે અવધિજ્ઞાન. અહીં અવધિ શબ્દનો અર્થ મર્યાદા છે. એટલે ‘‘મર્યાદા પૂર્વકનું જ્ઞાન’’ એવો અર્થ થશે. અરૂપી દ્રવ્યનો પરિહાર કરીને કેવળ રૂપી દ્રવ્યોનો બોધ કરાવતું જ્ઞાન હોવાથી તેને મર્યાદા પૂર્વકનું જ્ઞાન ગમ્યું.
બીજી રીતે કહીએ તો રૂપી અને અરૂપી બે પ્રકારના દ્રવ્યોમાંથી [ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના કેવળ આત્મશકિત વડે] માત્રરૂપી દ્રવ્યોને જોઇ શકાય તેવા પ્રકારની મર્યાદાવાળું આ જ્ઞાન છે. તેમજ ક્ષયોપશમ જન્ય હોવાથી મનુષ્ય કે તિર્યંચને જેટલો ક્ષયોપશમ હોય તેટલું જ ઉર્ધ્વ-અધો કે તિછું તે જોઇ શકે છે. તેથી વધારે મર્યાદામાં જોઇ શકતો નથી.
* અવધિજ્ઞાનના ભેદઃ- સૂત્રકારે સૂત્રમાં તો માત્ર એટલું જ જણાવ્યું કે ‘‘અવધિના બે ભેદ છે.’’ તેથી વિશેષ કંઇ જ જણાવેલ નથી. પણ તેના ભાષ્યની રચના કરતાં લખ્યું ‘‘ભવ પ્રત્યય: ક્ષયોપશમ નિમિત~ અર્થાત્.
અવધિના બે ભેદ (૧)ભવ પ્રત્યય (૨)ક્ષયોપશમ નિમિત્ત. પ્રત્યય એટલે નિમિત્ત અથવા કારણ, ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવ પ્રત્યય અને અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય તે ક્ષયોપશમ નિમિત્તક જાણવું.
ભવ પ્રત્યયઃ- જે અવધિજ્ઞાન જન્મતાની જ સાથે પ્રગટ થાય છે તે ‘‘ભવ પ્રત્યય’’કહ્યું. અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત-નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવુંજન્મસિધ્ધ અવધિજ્ઞાન તે ભવ પ્રત્યય.
સૂત્રઃ૨૨ માં જણાવશે તે મુજબ દેવ અને ના૨ક નામે ઓળખાતા-લક્ષણવાળાને તે ભવને પામીને જ જ્ઞાન થાય છે. અહીં દેવ-નારક ભવ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે.
Jain Education International
*
આ સૂત્ર દિગંબર આમાન્યામાં નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org