Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૦
૧૦૭ બીજી રીતે અનેક જીવને આશ્રીને શ્રત અનાદિ છે, અને અનંત અપર્યવસિત પણ છે.
(૧૧)ગમિક શ્રુતઃ- જેમાં ભાંગા-ગણિત વગેરે વિશેષ હોય અથવા કારણવશાત્ સમાન પાઠ જેમાં વધારે હોય તે ગમિક શ્રુત કહેવાય.
(૧૨)અગમિક શ્રુત - ગાથા-શ્લોક વગેરે રૂપ અસશ પાઠાત્મક હોય તે અગમિક શ્રુત છે.
(૧૩)અંગ પ્રવિષ્ટ કૃતઃ- આચારાંગાદિ જે અંગોનું વર્ણન બાર ભેદે કરેલ છે તે અંગ પ્રવિષ્ટ શ્રુત કહ્યું.
(૧૪)અંગબાહ્ય શ્રુત-આવશ્યકછ ભેદે અને આવશ્યક ઇત્તરના કાલિક ઉત્કાલિક બે ભેદ કહ્યા [તે બધું વર્ણન જે આ સૂત્રની ટીકામાં છે.] તે અંગબાહ્ય શ્રુત કહ્યું.
* શ્રુતના વીસ ભેદ:- કર્મગ્રંથ પહેલાની ગાથા ૭માં શ્રુત જ્ઞાનના વીસ ભેદ. (૧)પર્યાયશ્રુતઃ- પર્યાય એ જ્ઞાનનો સૂક્ષ્મ અંશ છે. અવિભાગ પલિચ્છેદ છે. (૨)પર્યાય સમાસ શ્રુતઃ- બે ત્રણ પ્રમુખ જ્ઞાનાંશ વધે તેને પર્યાય સમાસ કહ્યું. (૩)અક્ષર શ્રુતઃ- Hકારાદિ લબ્ધિ અક્ષર તે અક્ષર શ્રત (૪)અક્ષર સમાસ શ્રુત- બે-ત્રણ કે વધુ અક્ષરનું જાણવું તેઅક્ષર સમાસ શ્રુત. (૫)પદ શ્રુત-આચારાંગાદિને વિશે ૧૮૦૦ પદ કહ્યા છે તેમાંનું એક પદનું જ્ઞાન તે પદ. (૬)પદ સમાસ શ્રુતઃ- પદનો સમુદાય કે ઘણાં પદો તે પદ સમાસ શ્રત.
(૭)સંઘાત કૃતઃ-ગતિ-ઈન્દ્રિય વગેરે ગાથામાં કોઈ પણ એક ભાગ જેમકે ગતિ-તેનો પણ એકદેશ જેમ કે દેવ ગતિ તેની માર્ગણાનું જે જ્ઞાન તે સંઘાત .
(૮)સંઘાત સમાસ શ્રુતઃ- એકથી વધુ સંઘાતો મળીને થાય તે સંઘાત સમાસ શ્રુત.
(૯)પ્રતિપત્તિ શ્રુતઃ-મુખ્ય માર્ગણા, જેમકે ગતિમાર્ગણાનાબધાસંઘાતપુરા થાય ત્યારે એક પ્રતિપત્તિ બને.
(૧૦)પ્રતિપત્તિ સમાસ શ્રુતઃ- એકથી વધુ પ્રતિપત્તિ થાય ત્યારે પ્રતિપત્તિ સમાસ બને. (૧૧)અનુયોગ શ્રુત-બધી પ્રતિપાત્તિઓનો સતપ આદિમાંનો કોઈ એક અનુયોગ બને. (૧૨)અનુયોગસમાસ શ્રુતઃ- બે-ત્રણ અનુયોગોનો એક અનુયોગ સમાસ બને. (૧૩)પ્રાકૃત પ્રાભૃત શ્રુત- આવા બધા અનુયોગો પુરા થાય ત્યારે પ્રાભૃત પ્રાભૃતશ્રુત બને. (૧૪)પ્રાકૃતપ્રાભૃતસમાસકૃત-એકથી વધુ પ્રાભૃત પ્રાભૂતનું જ્ઞાન પ્રાભૃતપ્રાભૃતસમાચબને.
(૧૫)પ્રાકૃત શ્રુત-વસ્તુનો અંતર્વતિ અધિકાર અથવા બધાં પ્રાભૃત-પ્રાભૂતપુરા થાય ત્યારે પ્રાભૃત બને.
(૧૬) પ્રાભૃત સમાસ શ્રુત - એકથી વધુ પ્રાભૃત થાય ત્યારે પ્રાભૃત સમાસ બને. (૧૭)વસ્તુશ્રુત-પૂર્વનો અંતર્વિર્તિ અધિકાર તે વસ્તુ શ્રત [બધા પ્રાભૂત પુરા થાય તે વસ્તુ (૧૮)વસ્તુ સમાસ શ્રુત- એકથી વધુ વસ્તુનું જ્ઞાન તે વસ્તુ સમાસ.
(૧૯)પૂર્વ શ્રુતઃ- બધી વસ્તુઓ પૂર્ણ થાય ત્યારે થતું ઉત્પાદન વગેરે એક પૂર્વનું જ્ઞાન ચૌદ પૂર્વોમાનું એક] તે પૂર્વશ્રુત.
(૨૦)પૂર્વ સમાસ શ્રતઃ- એકથી વધુ પૂર્વોનો પૂર્વ સમાસ શ્રુત બને. ચૌદ પૂર્વે ભેગા થતા પૂર્વગત નામનો બારમા દ્રષ્ટિવાદ અંગનો એક ભાગ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org