Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા व्युत्सर्गः, प्रत्याख्यानं दशवैकालिकं, उत्तराध्यायाः दशा: कल्प व्यवहारौ, निशिथम् ऋषि भाषितानि आदि - શ્રીભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ સામાયિકચર્તુવિંશતિસ્તવ-વંદન-પ્રતિક્રમણકાયોત્સર્ગ-પ્રત્યાખ્યાન દશવૈકાલિક ઉત્તરાધ્યયન દશાકલ્પ વ્યવહાર નિશિથ ઋષિભાષિત વગેરે અંગબાહ્ય શ્રુત છે.
[આ અંગે શ્રી હારિભદ્રિય ટીકા શ્રી સિધ્ધસેનીય ટીકામાં સામાયિકાદિની સંક્ષિપ્ત વ્યાખ્યા કરાયેલી છે. અને સંવાદ્ય સ્વરૂપે જ સ્વીકારી ટીકા રચેલી છે.
વિશેષાવશ્યકમાં છે આવશ્યક સૂત્રો ગણધર કૃત હોવાનું જણાવેલ છે પણ ઉકત ટીકાઓમાં આવો કોઈ ઉલ્લેખ નથી. તેમજ ભાષ્યકાર મહર્ષિએ પણ સામાયિકાદિને અંગવાઈ માં જ ગણાવેલા છે]
શ્રી નંદિસૂત્ર તથા પાકિસૂત્રતથા સ્થાનાં સ્થાન ૨/૭૧-૨૨ માં પણ આ અંગે એવો ખુલાસો છે કે મંગવાણ બે પ્રકારે છે (૧)આવશ્યક (૨)આવશ્યક સિવાયના.
આવશ્યક સિવાયના અંગબાહ્યના પણ બે ભેદ પાડયા (૧)ઉત્કાલિક (૨)કાલિક તેમાં શ્રી ઉત્કાલિકના સૂત્ર દશવૈકાલિક વગેરે ૨૮ ભેદ ત્યાં કહ્યાં છે અને શ્રી કાલિક સૂત્રના ઉત્તરાધ્યયન વગેરે ૩૭ ભેદ કહ્યાં છે. અતિ વિસ્તાર ભયે તે બધાની નોંધ અત્રે કરી નથી.
૪ શ્રી નંદિસૂત્રપાઠ:-સે તિં વહિ ? સંવાદિ વદંપUUત્ત તંગદા વિસ્મય च, आवस्सयवइरित्तं च । से किं तं आवस्सयं ? आवस्सयं छव्विहं पण्णत्तं सामाइयं आदि से किं तं आवरस्सयवइरतं आवस्सय वइरतं दुविहं पण्णत्तं तं जहा कालियंउक्कलियं च
* શ્રુતના ચૌદ ભેદ-કર્મગ્રંથ પહેલાની ગાથા માં તથા શ્રી નંદિ સૂત્રમાં અને જ્ઞાન પંચમીના દેવવંદનમાં શ્રુત જ્ઞાનમાં દુહામાં ચૌદ ભેદો વર્ણવ્યા છે.
ચૌદ પ્રકારે શ્રુતજ્ઞાનના ભેદોની સામાન્ય ઓળખ.
(૧)અક્ષર શ્રુતઃ - સામાન્યથી અક્ષર શ્રત એટલે અ-આ વગેરે સ્વરો અને ક-ખ-ગથી હ સુધીના વ્યંજનો એ અક્ષર શ્રત.
(૨)અનક્ષર શ્રુત - ઉચ્છવાસ નિઃશ્વાસ, ઘૂંકવું, ખાશી, છીંક, સુંઘવું, સત્કાર કરવો વગેરે ચેષ્ટા અનાર શ્રત છે.
(૩)સંજ્ઞિ શ્રતઃ- જેને મનોજ્ઞાન સંજ્ઞા હોય તે સંશી કહેવાય. આવા સંશીનું જે શ્રુત સંગીશ્રુત
(૪)અસંજ્ઞિકૃતઃ- જેને મનોજ્ઞાન સંજ્ઞા ન હોય તે જીવો અસંશી કહેવાય છે. આવા અસંજ્ઞીનું જે શ્રુતતેને અસંજ્ઞી શ્રુત કહેવાય.
(૫)સમ્યકશ્રુત-લોકોત્તર એવુંઅંગપ્રષ્ટિ અને અંગબાહ્યને મુખ્ય વૃત્તિએ સમ્યફકૃત ગણેલ છે. (૬)મિથ્યા શ્રુતઃ- લૌકિક એવા શાસ્ત્રોને મિથ્યા કૃતમાં ગણેલા છે.
(૭-૮) સાદિ પર્યવસિત શ્રતઃ- પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે ગતિ આદિ પર્યાયો વડે જીવની પેઠે શ્રુતને સાદિ સપર્યવસિત કહ્યું છે. બીજી રીતે કહો તો એક જીવને આશ્રીને શ્રુત સાદિ હોઇ શકે સાંત પણ હોઈ શકે.
(૯-૧૦) અનાદિ અપર્યવસિત શ્રુત-વ્યાસ્તિક નયના મતે પંચાસ્તિકાયની પેઠે શ્રુત એ અનાદિ અપર્યવસિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org