Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ૮. બને છે. આ જ રીતે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય બધાને માટે સમજવું
શ્રી નંદિસૂત્રમાં જણાવે છે કે મારું પુર્વ ને સુયે, ને માયપુત્રિ શ્રુત જ્ઞાનમતિપૂર્વક હોય છે પણ મતિજ્ઞાન શ્રુતપૂર્વક હોતું નથી. સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં લબ્ધિ રૂપ છે. અર્થાત્ શ્રુતજ્ઞાન થાય ત્યારે પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હોય પણ મતિ હોય ત્યાં શ્રુત હોય અથવા ન પણ હોય.
(૫)મતિ શ્રુતમાં તફાવત શો? [આ તફાવત પહેલાં સૂત્રઃ ૯માં કહેવાયેલ છે, છતાં અહીં ફરીથી નોંધેલ છે.] # મતિ-શ્રુત તફાવતની ભૂમિકા
મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. કેમ કે મતિપૂર્વક શ્રુત ઉત્પન્ન થાય છે છતાં મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું બહિરંગ કારણ છે. અંતરંગ કારણ તો શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે. કેમ કે ક્ષયોપશમ ન હોય તો મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાન ન થાય.
માનસિક ચિંતનથી થતા મતિ-શ્રુતમાં પણ નોંધનીય તફાવત શબ્દ-આતોપદેશકશ્રુત છે. આ ત્રણે રહિત ચિંતન મતિજ્ઞાન છે. તેના સહિતનું ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી પણ જાણેલા પદાર્થોનું ચિંતન શ્રતગ્રંથોની સહાયરહિત કરે ત્યારે તે મતિજ્ઞાન છે. શ્રતગ્રંથ સહાયપૂર્વક કરે ત્યારે શ્રુતજ્ઞાન છે. એ જ રીતે સામાન્ય જીવો શબ્દાદિ રહિતપણે જે ચિંતન કરે તે મતિજ્ઞાન છે અને શબ્દાદિપૂર્વક કરે તે શ્રુતજ્ઞાન છે.
# મતિ-શ્રુત તફાવતઃ
(૧)વિધમાનતા -મતિજ્ઞાન વર્તમાનકાલીન છે. ઉત્પન્ન થઇનાશન પામ્યા હોય ત્યાં સુધીના પદાર્થને જાણે છે જયારે શ્રુતજ્ઞાન અતિત-વિદ્યમાન તથા ભાવિ સૈકાલિક વિષયોમાં પ્રવૃત્ત થાય છે.
(૨)શબ્દોલ્લેખ -મતિજ્ઞાનમાં હોતો નથી શ્રુતજ્ઞાનમાં શબ્દનો ઉલ્લેખ હોય છે.
(૩)વ્યાપ- બંને જ્ઞાનોમાં ઇન્દ્રિય અને મનની અપેક્ષાતુલ્ય હોવા છતાં મતિ કરતા શ્રુતનો વિષયવ્યાપઅધિકછે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમ કે શ્રુતમાં મનોવ્યાપાર પ્રધાન છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. . (૪) પરિપકવતા-જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવું પરિપકવ ન હોય તે મતિજ્ઞાન અને ભાષામાં ઉતારી શકાય તેવા પરિપાકને પ્રાપ્ત થયેલ જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૫)પ્રાથમિકતા -શ્રુતજ્ઞાનમતિવિનાનજથાય. જયારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનવિના હોઈ શકે અથવા થાય.
()ઉત્પત્તિ-મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત ઇન્દ્રિય અને મન છે જયારે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત મતિ છે. તેની સાથે આપ્તપુરુષનો ઉપદેશ પણ છે.
(૬)શ્રુતજ્ઞાનના ભેદોઃશ્રુતજ્ઞાનના મુખ્ય બે ભેદ તત્ત્વાર્થ સૂત્રકારે દર્શાવેલા છે. (૧) અંગબાહ્ય (ર)અંગ પ્રવિષ્ટ. જ અંગ બાહ્ય અનેઅંગ પ્રવિષ્ટનો અર્થવકતા અથવા જણાવનારના ભેદની અપેક્ષાએ આ બંને ભેદો કહ્યા છે.
પ્રવિણ તીર્થંકર પરમાત્મા થકી પ્રકાશીત જ્ઞાનને ગણધરો થકી જે રીતે સૂત્રમાં ગુંથાયું તે સૂત્રબધ્ધ દ્વાદશાંગીને પ્રવિષ્ટ કહ્યું છે. તેમાં આચારાંગાદિ બાર અંગોનો સમાવેશ થાય છે.
Jain Buucation international
or Private & Personal use only
jainelibrary.org