Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાધાનઃ- જો સનિકર્ષને પ્રમાણ અને અર્થાધિગમને ફળ ગણાવશો તો સનિકર્ષતો બે વસ્તુમાં રહે છે. ઈન્દ્રિય અને ધડો વગેરે પદાર્થમાં. તેથી ફળ પણ બે વસ્તુમાં રહેવું જોઈશે. જો તેમ સ્વીકારશો તો ઘડા વગેરેને પણ જ્ઞાન થવા માંડશે.
વળી સન્નિકર્ષ જ પ્રમાણ માનતા સૂક્ષ્મ અર્થનું, વ્યવહિત અર્થનું (ભૂતકાળમાં કહેવાએલ રામ-રાવણ વગેરેનું અને વિપ્રકૃષ્ટ અર્થનું (મરુ વગેરેનું) પ્રહણ થઈ શકશે નહીં કેમ કે ઈન્દ્રિયોની સાથે આ પદાર્થોનો સંબંધ થતો નથી. વળી આ પદાર્થો પ્રત્યક્ષ ન થવાથી કોઈ સર્વજ્ઞ પણ બનશે નહીં.
જ્ઞાનને પ્રમાણ માનવા માત્રથી ફળનો અભાવ થતો નથી. અર્થના જ્ઞાનથી આત્મામાં એક પ્રકારની પ્રીતિ ઉત્પન્ન થાય છે અથવા અજ્ઞાનનો નાશ થાય છે તે જ જ્ઞાનનું ફળ છે. રાગદ્વેષનો અભાવ થવો તે પણ પ્રમાણ-જ્ઞાનનું ફળ છે.
(૨)પ્રમેયને પ્રમાણ વડેજાણશોતો પ્રમાણને શેના વડે જાણશો' અહીંએવી શંકા કરે છે કે પ્રમેય (પદાર્થ) પ્રમાણ વડે જાણી લીધા પણ પ્રમાણને જાણવા માટે પણ અન્ય પ્રમાણ આવશ્યક બનશે.
# સમાધાન -પ્રમાણ દીવાની માફકસ્વ-પરપ્રકાશક છે. જેમદીવો પ્રકાશે ત્યારે ઘડોવસ્ત્ર આદિ અન્ય પદાર્થોને પ્રકાશીત કરે છે પણ દીવાને જોવા માટે કંઈ બીજા પ્રકાશની જરૂર પડતી નથી. દીવાના પ્રકાશમાં દીવો પણ જણાય જ છે. તેમપ્રમાણને જાણવા માટે અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી તે સ્વ-પર પ્રકાશક જ છે.
જો પ્રમાણ પોતાને નહીં જાણતો સ્વાધિગમનાઅભાવેસ્કૃતિનો જ અભાવથશે. સ્મૃતિ અભાવે લોક વ્યવહાર જ ખતમ થઈ જશે. માટે આવી શંકા યથાર્થ નથી.
(૩) સૂત્રમાં ત કેમ મુકયું?
તત્ પદ થકી એક તો પૂર્વસૂત્રની અનુવૃત્તિ લેવી છે માટે મુકયું. બીજું ઇન્દ્રિય અથવા સન્નિકર્ષને પ્રમાણ માનતા લોકોના તે ભ્રમનું નિરસન કરવા માટે તત્ શબ્દ મુકયો છે જેથી સ્પષ્ટ થઈ જાય તે મતિ વગેરે જ્ઞાન જ પ્રમાણ છે. બીજું કોઈ પ્રમાણ નથી.
(૪)સન્નિકર્ષ કે ઈન્દ્રિયને પ્રમાણ માનવામાં શો દોષ?
સમાધાનઃ-પ્રથમ પ્રશ્નમાં આ વાતને વણી લીધી છે છતાં વિસ્તારથી અહીંસમાધાન કરતા જણાવે છે કે
જ સન્નિકર્ષને પ્રમાણ માનવામાં નીચે મુજબ દોષ છે.
(૧)સૂક્ષ્મ,વ્યવહિત ભૂતકાળની],વિપ્રકૃ[મેરુ વગેરે શાસ્ત્રીય પદાર્થ નું જ્ઞાન થતું નથી તેથી સર્વજ્ઞતાનો અભાવ થશે.
(૨)ચહ્યું અને મનથી જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી કારણ કે તે અપ્રાપ્યકારી છે.
(૩)પ્રત્યેક ઈન્દ્રિયનો અલગ અલગ વિષય માનવો ઉચિત નથી. કેમ કે ચક્ષુ ઈન્દ્રિયનો રૂપની સાથે સંબંધ પ્રાપ્ત થતા જેમ તે રૂપના જ્ઞાનનું જનક છે. એ જ રીતે તેનો રસની સાથે પણ સંબંધ પ્રાપ્ત થાય છે તો તેને રસનું પણ જ્ઞાન થવું જોઇએ ને?
(૪)સનિકર્ષ માત્ર એકનો થતો નથી પણ ઈન્દ્રિય અને અર્થ એ બે કે તેનાથી વધુનો હોય છે. તેથી સક્નિકર્ષનું ફળ જે જ્ઞાન છે તે પણ ઇન્દ્રિય અને અર્થ બંનેમાં થવું જોઈશે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org