Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
وق
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે. ત્યાર પછી ઇન્દ્રિય સાથે જોડાએલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન નિમિત્તે આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે ઇન્દ્રિય અને મનની સહાયતા વડે મતિજ્ઞાન થાય છે.
* ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિય બાહ્ય સાધન છે અને મન આંતરિક સાધન છે તે કારણે ઇન્દ્રિય અને અનિન્દ્રિય એવો સંજ્ઞા ભેદ કર્યો છે. બાકી બંને મતિજ્ઞાનના નિમિત્ત રૂપ છે.
જ પૂર્વે જણાવેલ મતિજ્ઞાન મિત્યાદિ પાંચ જ્ઞાન] સામાન્યથી પ્રત્યેક જીવને પોતપોતાના મંતિજ્ઞાનાવરણીય કર્મના પ્રાપ્ત થયેલ ક્ષયોપશમ અનુસાર અને વિશેષથી કહીએ તો નામ કર્માનુસારે પ્રાપ્ત ઈન્દ્રિય ના નિમિત્ત દ્વારા ઉપયોગ અનુસારે થતું હોય છે.
સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું. રસનેન્દ્રિય દ્વારા રસનું, ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધનું, ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપ કે આકૃત્તિનું અને શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન થાય છે.
મન પણ ઇન્દ્રિય થકી ગ્રહણ કરાયેલ કે નહીં કરાયેલ વિષય સંબંધિ વિશેષ પ્રકારે વિચારણા કરે છે.
* તત્ શબ્દથી મતિજ્ઞાનનું અવતરણ કર્યું છે. મતિની અનુવૃત્તિ તત્ શબ્દથી -નલેતો પણ સમજી શકાય તેમ હતી, છતાં અહીં તત્ શબ્દનો જે પ્રયોગ કર્યો છે તેના બે હેતુઓ છે.
(૧)અનન્તરપણું દર્શાવવા. ઈન્દ્રિય અને અનિન્દ્રિયના વ્યાપાર પછી તુરંત મતિજ્ઞાનની ઉત્પત્તિની મુખ્યતાએ અહીં તત્ શબ્દથી મતિજ્ઞાનની અનુવૃત્તિ લીધી છે.
જ એ રીતે સંદેહ નિવૃત્તિ કે સ્પષ્ટતા થઈ જાય છે. કેમ કે શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિયઅનિન્દ્રિયની મદદથી જ પરંપરાએ ઉત્પન્ન થાય છે.
(૨) પછીના સૂત્રઃ૧૫ માં પણ મતિજ્ઞાનની અનુવૃત્તિ લઈ જવાની છે. છે ઈન્દ્રિય નિમિત્ત કઈ રીતે? સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિય) નિમિત્ત છે જેના તેને ઇન્દ્રિય નિમિત્તે કહ્યું.
આ વસ્તુની વિશેષ સ્પષ્ટતા કરતા જણાવે છે કે અહીંનામતમ્ કહ્યું તે શ્રોત્રઇન્દ્રિયને કારણે આ શબ્દ થયો કે સ્પર્શનના સંબધથી આ શીત અથવા ઉષ્ણ એમ ઉત્પન્ન થયું કે ધ્રાણેન્દ્રિયથી સુગંધ દુર્ગધ થઈ વગેરે... તેમના સમજતા જેનું સ્પર્શનાદિ પાંચ નિમિત્ત છે તે ઇન્દ્રિય નિમિત્ત છે તેવો સમુદિત અર્થ ગ્રહણ કરવો.
# સ્પર્શન-સન-પ્રાણ-ચક્ષ-શ્રોત્ર આ પાંચે પોતાના વિષયમાં પ્રવર્તે છે અને અન્યના અભાવનો નિયમ કરે છે.
તેથી સ્પર્શનને સ્પર્શના વિષયમાં, રસનનું રસના વિષયમાં, પ્રાણનું ગંધના વિષયમાં, ચક્ષસનું રૂપના વિષયમાં અને શ્રોત્રનું શબ્દના વિષયમાં એ રીતે સ્પર્શન-ઈન્દ્રિયવગેરે પાંચેનું વિષયમાં પ્રર્વતમાન થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તે-તે ઇન્દ્રિયોના આલંબનથી ઉત્પન્ન થતું ઇન્દ્રિય નિમિતમ્ જ્ઞાન કહેવાય છે.
જ અનિન્દ્રિય નિમિત્ત કઈ રીતે? ન્દ્રિયાત્ નમ્રૂતિ ઈન્દ્રિયમ્ ઇન્દ્રિયથી અન્ય અથવા પર તેને અનિન્દ્રિય કહ્યું. મન અને ઓઇ. તે તે બંને) નિમિત્તનું જે મતિજ્ઞાન તેને અનિન્દ્રિયનિમિત્તમ્ કહ્યું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org