Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તો -“તેને અવગ્રહ કરે” અર્થ થાય અને દ્વિતીયાનુસાર “તેને અવગ્રહી” થાય,
અહીં બહુ-અલ્પ આદિશબ્દો વિષયના વિશેષણરૂપે વપરાય છે જેમ કે બહુઅર્થને ધારેઅલ્પ અર્થને અવગ્રહ વગેરે.
(૪)ધ્રુવાવગ્રહ અને ધારણામાં ભેદ શો?
ધ્રુવ-અવગ્રહ એ અત્યંત ભાવિ અર્થમાં છે. ક્ષયોપશમની તીવ્રતાને લીધે પહેલા સમયે જેવો અવગ્રહ થયો તેવો જ બીજા-ત્રીજા આદિ સમયે થાય તે ધ્રુવાવગ્રહ.
પણ વિશુધ્ધ અને સંકલેશયુકત પરિણામના મિશ્રણથી જયારે અવગ્રહ થાય ત્યારે બહુ કે અબહુ-બહુવિધ કે એકવિધ ગમે તે થાય પણ ધ્રુવગ્રાહી ન થાય તેવો નિયમ નથી.
જયારે ધારણા એ તો ગ્રહણ કરેલા અર્થને નહીં ભૂલવાના કારણભૂત જ્ઞાનને કહે છે. આમ ધ્રુવાવગ્રહ અને ધારણામાં ઘણો ભેદ છે.
U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ
(१)छव्हिा उग्गहमती पण्णत्ता, तं जहा-खिप्पमोगिण्हति, बहुमोगिण्हति, बहुविध मोगिण्हति, धुवमोगिण्हति, अणिस्सिय मोगिण्हइ, असंदिद्ध मोगिण्हई। छव्विहा ईहामती पण्णता, तं जहा खिप्पमीहति...जाव असंदिद्धमीहति । छब्धिा अवाय मती पण्णत्ता । छविधा ધારVT JUપત્ત-તં ગહીવટું ધારે... સ્થાનાં સ્થાન ૬ ઉદ્દેશ-૩ સૂત્ર ૫૧૦
# અન્ય ગ્રંભ સંદર્ભ(૧)વિશેષાવશ્યક સૂત્ર-ગાથા ૩૦૭ થી ૩૧૦
[9]પદ્ય(૧). અલ્પ બહુ બહુવિધ એક વિધ ક્ષિપ્રને અક્ષિપ્ર છે.
અનિશ્રિત નિશ્ચિત સંશય-યુકતને વિયુકત છે. ધ્રુવ ને અધુવગ્રાહી એમ બાર ભેદને
છથી ગુણી ગુણો ચાર થાશે ભેદ બે અઢાસીએ છે. (૨)
બહુ બહુ વિધ લિખ અનિશ્રિત અને ધ્રુવ
અસંદિગ્ધ ને બીજા છે વિરોધીય તેમ જ. [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં જે બહુ-અબહુ વગેરે બાર ભેદ જણાવ્યા તેમાં પૂર્વે કહ્યા મુજબ ક્ષયોપશમની વિચિત્રતા મુખ્ય છે.
ક્ષયોપશમને પટુતા કે મંદતાનુસાર આ જ્ઞાન થાય છે. જે આત્મા આ ભેદને બરાબર સમજીને અવધારશે તેને સમજાઈ જશે. કે મારે જે ઓછું હતું જ્ઞાન થાય છે તેમાં કારણભૂત મારા જ કર્મોને ક્ષયોપશમ છે. જો તેમાંથી છૂટવું હોય તો જ્ઞાનાવરણીય કર્મોની નિર્જરા કરતા ક્ષયોપશમમાંથી સાયિક જ્ઞાન તરફ ગતિ કરવી જોઈએ.
_ _ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org