Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે કે તેથી “આ કંઈક છે' એવો સામાન્યબોધ પણ થતો નથી. ધીમે ધીમે જ્ઞાનની માત્ર વધતી જાય છે પછી ““આ કંઈક છે' તેવો બોધ થાય છે. આ સામાન્ય ભાન કરાવનાર જ્ઞાનાંશ ૩મર્યાવપ્રદ કહેવાય છે. આ અર્થાવગ્રહ એ જ્ઞનાવBહ નો છેલ્લો પુષ્ટ અંશ છે.
આ મંદક્રમમાં જે ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા બતાવી છે તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે.
(૨)પટુકમઃ- આ ક્રમમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા નથી. દૂરદૂરતર હોવા છતાં પણ યોગ સંનિધાન માત્રથી ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે.અને ગ્રહણ થતાં જ એ વિષયનું એ ઇન્દ્રિય દ્વારા શરૂઆતમાં જ અર્થાવગ્રહરૂપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી ક્રમપૂર્વક ઈહા-અપાયાદિ જ્ઞાન વ્યાપાર થાય છે.
આ રીતે મંદક્રમની જ્ઞાનધારામાં પ્રથમ અંશે અવ્યક્તરૂપ વ્યંજનાવગ્રહછે અને અંતિમ અંશે અર્થાવગ્રહ રૂપ જ્ઞાન છે જયારે પહુકમની જ્ઞાનધારામાં પ્રથમ અંશ અર્થાવગ્રહ છે અને અંતિમ અંશ સ્મૃતિ રૂપ ધારણા છે.
વ્યંજનીય માં ષષ્ઠી વિભકિત કેમ? વ્યંજન-વિષયરૂપ પદાર્થોનો અવગ્રહ બતાવવા માટે વ્યંજન શબ્દને સૂત્રમાં છઠ્ઠી વિભકિત લગાડી છે.
* કેટલાંક પ્રશ્નો - (૧) મતિજ્ઞાનના કેટલાં ભેદ થયા?
જ મતિજ્ઞાનના ૩૩ ભેદ થયાં. પાંચ ઇન્દ્રિય અને છ મન, એ છ ને અર્થાવગ્રહઅર્થેહા-અર્થાપાય-અર્થધારણા એ ચાર ભેદે ગુણતાં [૪] ૨૪ ભેદ થશે.
આ ૨૪ભેદમાં પ્રાપ્ય કારી ઇન્દ્રિયો[સ્પર્શન-રસન-પ્રાણ-શ્રોત્ર] નાચાર વ્યંજનાવગ્રહ ઉમેરતા કુલ [૨૪+૪] ૨૮ ભેદ થશે.
આ ૨૮ ભેદને બહુ-બહુવિધ-વગેરે ૧૨ ભેદે ગુણતાં [૨૮૧૨] ૩૩૬ભેદ થશે.
(૨)બહુ અલ્પ વગેરે જે ભેદો કહ્યા તે વિષયોના વિશેષમાં જ લાગુ પડે છે જયાર અર્થાવગ્રહનો વિષય તો સામાન્ય છે આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે?
# અર્થાવગ્રહ બે પ્રકારનો છે (૧)વ્યવહારિક (૨) નૈશ્ચયિક.
બહુ અલ્પ વગેરે જે બાર ભેદો કહ્યા છે તે વ્યવહારિક અર્થાવગ્રહના જ સમજવા નૈશ્ચયિકના નહીં. કેમ કે નૈશ્ચયિક અર્થાવગ્રહમાં જાતિગુણ-ક્રિયા શુન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે. આથી તેમાં બહુ-અલ્પ આદિ વિશેષોના ગ્રહણનો સંભવ જ નથી.
(૩)વ્યવહારિક અને નૈશ્ચયિક અવગ્રહમાં શો તફાવત?
જે અર્થાવગ્રહ પ્રથમ જ સામાન્ય માત્રનું ગ્રહણ કરે છે તે નૈશ્ચયિક અને જે જે વિશેષ ગ્રાહી અવાયજ્ઞાન પછી નવા નવા વિશેષોની જિજ્ઞાસા અને અન્યાય થતાં રહે છે તે બધાને સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યવહારિક અર્થાવગ્રહ કહે છે.
આમ છતાં વ્યંજનાવગ્રહ પછી નૈશ્ચયિક અર્થાવગ્રહ પછી વ્યવહારિક અર્થાવગ્રહએવા ત્રણ ભિનભેદોને બદલેનૈશ્ચયિકઅર્થાવગ્રહનીખારવિવક્ષા કરાતી નથી તેથી અહીં વ્યંજનાવગ્રહઅને અર્થાવગત એવા બે ભેદો જ પ્રસિધ્ધ છે. શ્રી નંદિસ્ટમાં પણ આજ બેભેદોની વિવલા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org