Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૭
(૨)પૂર્વસૂત્રઃ-૧૬ અને આ સૂત્રઃ૧૭ વચ્ચે શો સંબંધ છે?
अर्थस्य સૂત્ર સામાન્યનું વર્ણન કરે છે. જયારે પૂર્વસૂત્ર નદુવિધ વિશેષને ગ્રહણ કરે છે. અર્થાત્ આ સૂત્રમાં પર્યાય અથવા દ્રવ્ય રૂપ વસ્તુને અવગ્રહ આદિ જ્ઞાનના વિષય તરીકે જે સામાન્ય રૂપે બતાવી છે. તેને જ સંખ્યા જાતિ વગેરે થકી પૃથક્કરણ કરી બહુ અલ્પ આદિ વિશેષ રૂપે પૂર્વસૂત્રમાં બતાવી છે.
(૩)અર્થે એવું સપ્તમ્યન્ત સૂત્ર હોવું જોઇએ. કેમ કે અર્થના હોવા ઉપર મતિજ્ઞાન થાય છે?
આવો એકાન્ત નિયમ નથી કે અર્થ હોવાથી જ જ્ઞાન થાય છે. આફ્રિકામાં ઉછરેલ બાળકને અહીંની નવરાત્રિના ગરબા જોતાની સાથે આ ગરબા છે તેવું કંઇ જ્ઞાન થતું નથી. બીજું કારક વિભકિત વિવક્ષાનુસાર થાય છે. અહીં અધિકરણ વિવક્ષા ન રહેવાથી સપ્તમી થતી નથી. પણ સંબંધ વિવક્ષાને લીધે ષષ્ઠી વિભકિત થઇ છે.
(૪) વદુ વગેરે સાથે સામાનાધિકરણ્ય હોવાથી અર્થાનામ્ એવું બહુવચન કેમ નથી? આ પ્રશ્નનું બે-ત્રણ રીતે સમાધાન થાય.
(૧)અથૅ નો સંબંધ અવગ્રહાદિ સાથે કરવો. કેમ કે સવપ્રાવિ કોના? આ પ્રશ્નનો ઉત્તર છે અર્થસ્ય અર્થના.
૯૩
(૨)વદુ વગેરે બધા જ્ઞાનના વિષય હોવાથીર્થ છે. એટલે સામાન્ય દૃષ્ટિથી એકવચન નિર્દેશ કરી દીધો છે.
(૩)વદુ વગેરે એક-એકની સાથે એકવચનવાળા અર્થે નો સંબંધ કરવો જોઇએ. [] [8]સંદર્ભ:
આગમ સંદર્ભઃ
तं युग ? अत्युग् छव्विहे पन्नत्ते तं जहा सोइन्दिय अत्युग्गहे चक्खिंदिय अत्थुग्गहे, ધાનિંદ્રિય અદ્યુમ્નહે, નિમિંત્રિય અહ્યુકે, સિવિય અસ્થુળદે. નોન્દ્રિય અણુહે । જ નંદિસૂત્ર ૩૦
અન્યગ્રંથ સંદર્ભ:
(૧)કર્મગ્રંથ પહેલો ગાથા- ૫ નો પૂર્વાર્ધ
[][9]પદ્યઃ
(૧) સૂત્ર ૧૭-૧૮-૧૯ ત્રણેનું પઘ સાથે સૂત્રઃ ૧૯માં
(૨)
પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન એ ચાર રૂપ છે. પ્રકા૨ને બા૨ ગુણ્યે બસો અઠ્ઠાસી ભેદ છે.
[] [10]નિષ્કર્ષ:- આ સૂત્રનિર્દિષ્ટ અથૅ શબ્દ કેવળ ઇન્દ્રિય-અનિન્દ્રિય ગ્રાહ્ય પર્યાય તથા તે થકી દ્રવ્યને જાણે છે. પણ સમગ્ર દ્રવ્ય-પર્યાયોને જાણતું નથી. કેમ કે કોઇપણ ઇન્દ્રિય માત્ર તેના વિષયભૂત પર્યાયોને જ જાણે છે. અન્ય ઇન્દ્રિયનાં વિષયભૂત પર્યાયોને જાણતી નથી. જેમ ચક્ષુ થકી કેરીનો રંગ-રૂપ જણાય પણ સ્વાદ તો રસના ઇન્દ્રિયથી જ જાણી શકાય છે.
આમ જયાં સુધી અર્થાવપ્રદ, ગર્વેત્તા અર્થાપાય અને અર્થધારા હશે ત્યાં સુધી સઘળા પર્યાયો અને દ્રવ્યોની જાણકારી પ્રાપ્ત થતી નથી કેમ કે તે સર્વેમાં નિમિત્ત તો ઇન્દ્રિયોનું તથા મનનું જ રહેવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org