Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
ૐ
પુદ્ગલ દ્રવ્યો અને શાસ્ત્રરૂપ દ્રવ્ય શ્રુત સિવાયના બીજા અર્થો જગતમાં છે જ નહીં? આ શંકાના નિરસન માટે જણાવે છે કે જગમાં પદાર્થો તો અનેક છે પણ તે સર્વ દ્રવ્યો અને સર્વપર્યાયોનો સમાવેશ સૂત્ર ૧:૩૦સર્વ દ્રવ્ય પર્યાયેષુ જેવસ્ય માં સમાવેશ થઇ જાય છે. અહીં તો અર્થ શબ્દથી પાંચ ઇન્દ્રિયો અને મનના વિષયભૂત બની શકતા સ્પર્શદિને તથા તે સ્પર્શાદિ જેમાં હોય તે પદાર્થ ને તથા શ્રુતને જ ગ્રહણ કર્યા છે.
અર્થસ્યઃ- શબ્દ શબ્દમાં એકવચન મુક્યું છે. તેનો હેતુ એ છે કે ‘‘તે તે ઇન્દ્રિયોના વ્યાપાર વખતે-પોતપોતાના જ તે વખતના એક જ વિષયને જાણવામાં ઇન્દ્રિય મદદગાર થતી હોય છે તેનો જ જ્ઞાનપયોગ આત્મામાં થાય છે’’. એટલે એક સમયમાં એક જ ઉપયોગ પ્રવર્તે છે. અર્થ:- શબ્દ સ્પર્શવગેરે સામાન્ય નિર્દેશથી સ્વરૂપ અને નામાદિકલ્પના રહિત એવા અવગ્રહને ગાહક છે.
(૧)તેનો જ સ્પર્શ વગેરે તે અવગ્રહ.
(૨)શું આ સ્પર્શ છે કે નહીં તે જણાવનારી ઇહા.
4
(૩)નાના આ “તે સ્પર્શ જ છે’’ એ પ્રમાણે જણાવના૨ અર્થનું જ્ઞાન તે અપાય. (૪)તે જ સ્પાદિ અર્થનો અપાય થયા બાદ પછીના કાળે જે અવિસ્મૃતિ તે ધારણા. આ પ્રમાણે રસ-ગંધ-રૂપ-શબ્દ વગેરે ના અર્થના પણ અવગ્રહાદિ સમજી લેવા. સૂત્રનો સમગ્ર અર્થ-એ છે કે પાંચ ઇન્દ્રિયોના અને મનના વિષયભૂત વર્ણાદિ રૂપ અને તે જેમાં હોય તે દ્રવ્યોરૂપ અર્થોને જાણવા માટે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન પ્રવૃત્તિ કરે છે તે વખતે આત્મામાં અનુક્રમે અવગ્રહ -ઇહા-અપાય-ધારણા ઉપયોગ રૂપ મતિ જ્ઞાનોયપોગ બહુ-બહુવિધ આદિ બાર ભેદે પ્રર્વેતે છે.
કેટલીક શંકાઃ
(૧)અર્થ એટલે વસ્તુ. દ્રવ્ય અને પર્યાય બંને વસ્તુ કહેવાય, તો ઇન્દ્રિય-અનિન્દ્રિય અવગ્રહ -ઇહા-અપાય ધારણા જ્ઞાન દ્રવ્યરૂપ વસ્તુને વિષય કરે છે કે પર્યાય રૂપ વસ્તુને?
સમાધાનઃ- ઉકત અવગ્રહાદિ જ્ઞાન મુખ્યપણે પર્યાયને ગ્રહણ કરે છે. સંપૂર્ણ દ્રવ્યને નહીં. દ્રવ્યને એ પર્યાય થકી જાણે છે કેમ કે ઇન્દ્રિય અને મનનો મુખ્ય વિષય પર્યાય જ છે. પર્યાય દ્રવ્યનો એક અંશ છે. પરિણામે અવગ્રહ -ઇહા વગેરે જ્ઞાન દ્વારા જયારે ઇન્દ્રિયો કે મન પોતપોતાના વિષયભૂત પર્યાયને જાણે છે ત્યારે તે તે પર્યાય-રૂપથી દ્રવ્યને પણ અંશતઃ જાણે છે. કેમ કે દ્રવ્યને છોડીને પર્યાય રહી શકતો નથી.
જેમ કે ચક્ષુનો વિષય રૂપ અને આકાર છે કે જે પુદગલ દ્રવ્યના અમુક પર્યાયો છે. જયારે ચક્ષુ કેરી વગેરેને ગ્રહણ કરે છે ત્યારે ભાવાર્થ એટલો જ કે તે કેરીના રૂપ તથા આકાર વિશેષને જાણે છે.
અહીં સ્થૂલ દૃષ્ટિએ તો ચક્ષુ થકી કેરીનું ગ્રહણ થયું તેમ લાગે પણ ખરેખર કંઇ આખી કેરીનું ગ્રહણ થયું નથી. કેરીમાંતોસ્પર્શરસ-ગંધ બધું જ છે નેત્રથકી આ પર્યાયો જણાતા નથી. અરે! કોઇપણ એક ઈન્દ્રિય એક વસ્તુના સંપૂર્ણ પર્યાયોને જાણી શકતી નથી. તેથી સમાધાન એટલું થઇ શકે કે ઈન્દ્રિય-અનિન્દ્રિયજન્ય અવગ્રહાદિ ચારે જ્ઞાનો પ્રથમ પર્યાયને જ મુખ્યપણે વિષય કરે છે અને તે પર્યાય થકી દ્રવ્યોને જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org