Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
८८
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનિશ્રિતગ્રાહણી ઈહાઅનિશ્રિતગ્રાહી અપાય અને અનિશ્રિત ગ્રાહી ધારણા કહેવાય.
શ્રી નંદીસૂત્રની શ્રીમલયગિરિ ટીકા મુજબ-“પરધર્મોથી નિશ્રિતગ્રહણ તે નિશ્રિતાવપ્રદ પરધર્મોથી અનિશ્રતતે નિશ્ચિાતાવ ઉં
(૮)નિશ્રિતગ્રાહી:-નિશ્રિત એટલે નિશાની ચિહ્નકે લિંગ સહિત પણે જ્ઞાન થવું તે. લિંગ દ્વારા પ્રમિત કે હેતુ દ્વારા નિર્ણિત વસ્તુ તે નિશ્રિતગ્રાહી જ્ઞાન સમજવું
જેમ ધ્વજાને જોઈને અહીં મંદિર હશે તેમ જાણે અથવા શતકોમળ સ્પર્શ ચિહ્ન કે અમુક પ્રકારની સુગંધથી જૂઈનાં ફુલો છે તેમ જાણે તેને નિશ્ચિત અથવા સલિંગગ્રાહી જ્ઞાન જાણવું.
આ રીતે મતિજ્ઞાન થતાં નિશ્રિતગ્રાહી અવગ્રહ-નિશ્રિતગ્રાહીણી ઈહા-નિશ્રિતગ્રાહી અપાય-નિશ્રિતગ્રાહી ધારણા કહેવાય.
તફાવત નોંધ:- દિગંબર આમ્નાયમાં અહીં નિ:સ્કૃત અને નિઃસૃતભેદ જણાવેલ છે. જયારે પૂરી વસ્તુપ્રગટ થવાને બદલે કંઈક પ્રગટ રહે અને કંઈક અપ્રગટ રહેઅર્થાત્ સંપૂર્ણ રીતે આવિર્ભત નહીં એવા પુદ્ગલોનું ગ્રહણ તે અનિઃસૃતાવગ્રહ અને સંપૂર્ણ પણે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ તેને નિઃસૃતાવગ્રહ સમજવો.
(૯)અસંદિગ્ધગ્રાહી:-કોઈ જાતના સંદેહવિના ચોક્કસપણે જાણવું તે અસંદિગ્ધગ્રાહી. કેમ કે અસંદિગ્ધ એટલે નિશ્ચિત કે સંદેહ રહિત.
જેમ કે આ સ્પર્શ ચંદનનો જ છે ફુલનો નથી તેવું નિશ્ચિત-શંકારહિત જ્ઞાન.
આ રીતે મતિજ્ઞાન થતા અસંદિગ્ધગ્રાહી અવગ્રહ-અસંદિગ્ધગ્રાહીણી હાઅસંદિગ્ધગ્રાહી અપાય-અસંદિગ્ધગ્રાહી ધારણા કહેવાય.
(૧૦) સંદિગ્ધગ્રાહી:-કોઈ સંદિગ્ધપણે શંકાસહિતપણે જાણે તેને સંદિગ્ધગ્રાહી જાણવું. કેમ કે સંદિગ્ધ એટલે અનિશ્ચિત સંદેહ યુતિ.
આ સ્પર્શ શીતળ છે તો તે ચંદનનો હશે કે પુષ્પનો હશે? વિશેષ અનુપલબ્ધિથી સંશયાત્મક સ્થિતિ રહે માટે તે સંદિગ્ધગ્રાહી જાણવું.
આ રીતે મતિજ્ઞાન થતાં સંદિગ્ધગ્રાહી અવગ્રહ-સંદિગ્ધગ્રાહીણી ઇહા-સંદિગ્ધગ્રાહી અપાય-સંદિગ્ધગ્રાહી ધારણા કહેવાય.
# સૂત્ર તફાવત નોંધ - દિગંબરીય પરંપરામાં અહીં શબ્દ પ્રયોજાયો છે. . વકતાના મુખમાંથી નીકળેલ શબ્દમાંના એકાદ શબ્દને સાંભળીનેકેઅસ્પષ્ટ અધૂરા ઉચ્ચારણ પરથી “તમે અમુક વાત કહેવા માંગો છો' એમ અભિપ્રાયથી જાણી લેવું તે અનુકત અઝહ.
વકતા સંપૂર્ણ બોલી રહે ત્યારે જ અભિપ્રાય સમજાય તે ઉકત અવગ્રહ.
નંદિસત્રમાં પ્રતિ એક જ પાઠ છે પણ હારિભદ્દીય ટીકામાં સૂત્રમાં સાથે મત એવો પાઠ પણ કૌંસમાં લખેલ છે. વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો નથી.
અનુત મવપ્રદ માત્ર શબ્દના વિષયમાં જ લાગુ પડશે. સ્પર્શદિમાં નહીં. તેથી આવી અપર્ણતાને લીધે નહિ ને બદલે વસંવિધ પાઠ જ વધારે યોગ્ય લાગે છે.
(૧૧)ધૃવગ્રાહીઃ- ધ્રુવ એટલે નિશ્ચિત, ધ્રુવનો અર્થ અવશ્ય ભાવી સમજવો.
ઇન્દ્રિય અને વિષયનો સંબંધ તથા મનોયોગ રૂપ સામગ્રીથી કોઈ એ વિષયને અવશ્ય જાણી લે છે તેને ધ્રુવગ્રાહી કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org