Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એટલે સ્વાભાવિક જ મતિજ્ઞાનના આ બધાં ભેદો થશે. તે ભેદોમાં પ્રથમ પાંચ ઈન્દ્રિય અને છઠું મન એ છ સાધનોથકી અવગ્રહાદિની ગણના કરવી. અર્થાત બહુગ્રાહીના ૨૪ ભેદ થશે. છ અવગ્રહ-છ ઈહા-છ અપાય-છ ધારણા.
આ રીતે બહુ-અબહુ વગેરે જે બારભેદની ચર્ચા અને કરવાની છે તેના પાંચ ઈન્દ્રિય અને છઠું મન રૂપ કુલ છ અવગ્રહ-છ ઈહા-છ અપાય અને છ ધારણા એમ ૨૪-૨૪ ભેદો થશે.
કુલ ૨૪ ભેદો X૧૨ બહુ-વગેરે ભેદ=૨૮૮ ભેદ સૂિત્રઃ૧૮માં વ્યંજનાવગ્રહ ની વાત આવે છે તે વ્યંજનાવગ્રહના મન તથા ચક્ષુ સિવાયના બીજા ચાર ભેદ(સ્પર્શન,રસન, પ્રાણ,શ્રોત્ર) છે. તેથી બહુ-અબહુ સાથે ગુણતાં ૧ર૮૪=૪૮ ભેદ થશે.] [આ રીતે ૨૮૮+૪૮=૩૩૬ભેદ મતિજ્ઞાનના થયા.] બાર ભેદ | છ અવગ્રહ | છ ઈહા ! છ અપાય | છ ધારણા
પઈન્દ્રિયમના પઈન્દ્રિયમ્મન | પઈન્દ્રિયમ્મન પઈન્દ્રિયમન ૧ બહુ ૨ અલ્પ ૩ બહુવિધ ૪ એકવિધ પ લિમ
અક્ષિક ૭ અનિશ્રિત ૮ નિશ્રિત ૯ અસંદિગ્ધ ૧૦ સંદિગ્ધ ૧૧ ધ્રુવ ૧૨ ધ્રુવ | (૧)બહુ ગ્રાહી:- એટલે ઘણાં અથવા અનેક.
જેમ કે શયામાં રહેલો પુરૂષ સ્પર્શના બળે ત્યાં રહેલી સ્ત્રી પુષ્પ-વસ્ત્ર-ચંદન વગેરે એકેક વસ્તુને જાણે. આ સ્ત્રીનો સ્પર્શ છે અને તેની સાથે રહેલા પુષ્પનો સ્પર્શ છે. તેની સાથે રહેલા ચંદનનો સ્પર્શ છે. આ વસ્ત્રનો સ્પર્શ છે. એમ બહુલ સ્પર્શને એક સાથે જાણે તે બહુગ્રાહી જાણવો.
આ રીતે મતિજ્ઞાન થતા અનુક્રમે બહુગ્રાહી-અવગ્રહ-બહુગ્રાહીણી ઇહા-બહુગ્રાહી અપાય અને બહુગ્રાહી ધારણા કહેવાય.
જ બહુ શબ્દ સંખ્યાવાચી અને વૈપુલ્યવાચી છે. * સંખ્યાવાચી બહુશબ્દ નો એક-બે અનેક અર્થ લેવો. જ વૈપુલ્યવાચી બહુ શબ્દ ઘણાં-ખૂબ એવા જથ્થાના સૂચક છે.
(૨)અલ્પગ્રાહી - બહુનો વિપક્ષી શબ્દ છે એક અથવા અલ્પ. જેમ કે શયામાં રહેલો પુરૂષ સ્ત્રી-વસ્ત્ર-પુષ્પ-ચંદનાદિમાં કોઈ એકાદસ્પર્શને જાણે પણ અન્ય વસ્તુની હાજરી હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org