SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એટલે સ્વાભાવિક જ મતિજ્ઞાનના આ બધાં ભેદો થશે. તે ભેદોમાં પ્રથમ પાંચ ઈન્દ્રિય અને છઠું મન એ છ સાધનોથકી અવગ્રહાદિની ગણના કરવી. અર્થાત બહુગ્રાહીના ૨૪ ભેદ થશે. છ અવગ્રહ-છ ઈહા-છ અપાય-છ ધારણા. આ રીતે બહુ-અબહુ વગેરે જે બારભેદની ચર્ચા અને કરવાની છે તેના પાંચ ઈન્દ્રિય અને છઠું મન રૂપ કુલ છ અવગ્રહ-છ ઈહા-છ અપાય અને છ ધારણા એમ ૨૪-૨૪ ભેદો થશે. કુલ ૨૪ ભેદો X૧૨ બહુ-વગેરે ભેદ=૨૮૮ ભેદ સૂિત્રઃ૧૮માં વ્યંજનાવગ્રહ ની વાત આવે છે તે વ્યંજનાવગ્રહના મન તથા ચક્ષુ સિવાયના બીજા ચાર ભેદ(સ્પર્શન,રસન, પ્રાણ,શ્રોત્ર) છે. તેથી બહુ-અબહુ સાથે ગુણતાં ૧ર૮૪=૪૮ ભેદ થશે.] [આ રીતે ૨૮૮+૪૮=૩૩૬ભેદ મતિજ્ઞાનના થયા.] બાર ભેદ | છ અવગ્રહ | છ ઈહા ! છ અપાય | છ ધારણા પઈન્દ્રિયમના પઈન્દ્રિયમ્મન | પઈન્દ્રિયમ્મન પઈન્દ્રિયમન ૧ બહુ ૨ અલ્પ ૩ બહુવિધ ૪ એકવિધ પ લિમ અક્ષિક ૭ અનિશ્રિત ૮ નિશ્રિત ૯ અસંદિગ્ધ ૧૦ સંદિગ્ધ ૧૧ ધ્રુવ ૧૨ ધ્રુવ | (૧)બહુ ગ્રાહી:- એટલે ઘણાં અથવા અનેક. જેમ કે શયામાં રહેલો પુરૂષ સ્પર્શના બળે ત્યાં રહેલી સ્ત્રી પુષ્પ-વસ્ત્ર-ચંદન વગેરે એકેક વસ્તુને જાણે. આ સ્ત્રીનો સ્પર્શ છે અને તેની સાથે રહેલા પુષ્પનો સ્પર્શ છે. તેની સાથે રહેલા ચંદનનો સ્પર્શ છે. આ વસ્ત્રનો સ્પર્શ છે. એમ બહુલ સ્પર્શને એક સાથે જાણે તે બહુગ્રાહી જાણવો. આ રીતે મતિજ્ઞાન થતા અનુક્રમે બહુગ્રાહી-અવગ્રહ-બહુગ્રાહીણી ઇહા-બહુગ્રાહી અપાય અને બહુગ્રાહી ધારણા કહેવાય. જ બહુ શબ્દ સંખ્યાવાચી અને વૈપુલ્યવાચી છે. * સંખ્યાવાચી બહુશબ્દ નો એક-બે અનેક અર્થ લેવો. જ વૈપુલ્યવાચી બહુ શબ્દ ઘણાં-ખૂબ એવા જથ્થાના સૂચક છે. (૨)અલ્પગ્રાહી - બહુનો વિપક્ષી શબ્દ છે એક અથવા અલ્પ. જેમ કે શયામાં રહેલો પુરૂષ સ્ત્રી-વસ્ત્ર-પુષ્પ-ચંદનાદિમાં કોઈ એકાદસ્પર્શને જાણે પણ અન્ય વસ્તુની હાજરી હોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy