Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તે આવર્તનતા.
(૨)પ્રત્યાવર્તનતા- ઈહા દ્વારા અર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રત્યાવર્તનતા. (૩)અવાય-સર્વ રીતે પદાર્થનો નિશ્ચય તે અવાય. (૪)બુધ્ધિઃ- નિશ્ચયાત્મક જ્ઞાન તે બુધ્ધિ. (૫)વિજ્ઞાન - વિશિષ્ટતર નિશ્ચય અવસ્થાને પામેલું જ્ઞાન તે વિજ્ઞાન. (૪)ધારણ:- અવાય દ્વારા નિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા.
# અવાયરૂપ નિશ્ચય થયાબાદતે કેટલાંક સમય સુધી રહે છે, પછી મને બીજા વિષયોમાં ચાલ્યું જતું હોવાથી તેનિશ્ચયે લુપ્ત થઈ જાય છે. છતાં તે એવો સંસ્કાર મૂકતો જાય છે કે જેથી આગળ કોઇ નિમિત્ત મળતાં તે નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારાતજન્ય સંસ્કાર અને સંસ્કારજન્યસ્મરણ એ બધાં મતિવ્યાપાર તેધારણT.
જ પોતપોતાના વિષય પ્રમાણે પ્રતિપત્તિ, મતિમાં સ્થિર થવુંઅનેઅવધારણયાદકરવું તે ધારણા. * ધારણાના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧)પ્રતિપત્તિ યથાસ્વમ્ અર્થાત્ અવિશ્રુતિઃ
અપાય થયા પછી અંતર્મુહૂર્ત સુધી તે જ વિષયનો ઉપયોગ એમનો એમ ચાલુ રહે છે. વિસ્મૃત થતો નથી. તે અવિસ્મૃતિ ધારણા.
(૨)મત્યવસ્થાપના અર્થાત્ વાસના - અવિસ્મૃતિ ધારણા પછી ક્ષયોપશમ રૂપે સંખ્યાતા અસંખ્યાતા ભવ સુધી રહે છે તેવાસના. (૩)અવધારણ અર્થાત્ સ્મૃતિ-ધારણા -
સ્મરણાદિક રૂપે પાછું યાદ આવે છે તે ધારણા. તેમાં પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ નિમિત્ત બનતાં જાગૃત થાય છે. * શ્રીભાષ્યકાર ધારણાના પર્યાય શબ્દોને જણાવતાં પ્રતિપત્તિ,અવધારણ,
નિશ્ચય, અવસ્થાન, અવગમ, અવબોધ એ શબ્દો પ્રયોજે છે.
* ઘારણાનાછભેદ છે. શ્રોસેન્દ્રિય ધારણા,ચક્ષુરિન્દ્રિય ધારણા, ધ્રાણેન્દ્રિય ધારણા, રસનેન્દ્રિય ધારણા, સ્પર્શનેન્દ્રિય ધારણા, નોઈન્દ્રિય ધારણા.
* શ્રી નંદિસૂત્રમાં ધારણાના એકાર્થકએવા પાંચનામો કહ્યા છેd ગ ઘર-ધારVIહવU-પટ્ટા - છોટે ? તું ધારVT.
(૧)ધરણા - જધન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ યોગ્ય નિમિત્ત મળતા જે સ્મૃતિ જાગી ઉઠે તે ધરણા.
(૨)ધારણા - જાણેલા અર્થને અવિશ્રુતિ પૂર્વક અંતર્મુહૂર્ત સુધી ધારણ કરી રાખવું. (૩)સ્થાપનાઃ-નિશ્ચય કરેલ અર્થનીર્દયમાં સ્થાપના કરવી. તેને વાસના પણ કહે છે. (૪)પ્રતિષ્ઠા:-અવાય દ્વારા નિર્ણત અર્થોને ભેદ-પ્રભેદ સહિત ર્દયમાં સ્થાપના કરવા.
(૫)કોષ્ઠઃ- જેમ કોષ્ઠમાં રાખેલ ધાન્યનઝન થતા સુરક્ષિત રહે છે તે રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org