Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્ર: ૧૫
૮૩ જ અવગ્રહાદિનો કાળ - અવગ્રહ આદિ ક્રમશઃ પ્રવર્તતા હોવા છતાં અતીશીઘ્રતાથી પ્રર્વતતા હોવાથી તેનો ખ્યાલ આવતો નથી.
$ શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અર્થાવગ્રહ જ્ઞાનનો કાળ-પ્રમાણ એક સમય છે, ઈરાનો અંતર્મુહૂર્ત પ્રમાણ સમયછે, અવાયનો પણ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. ધારણાનો કાળ સંખ્યાત અને યુગલિયાઓની અપેક્ષાએ અસંખ્યાત કાળ છે.
૪ અર્થાવગ્રહ જ્ઞાનોપયોગ એક સમય, ઈહા અને અવાયનો ઉપયોગ અધમુહર્ત પ્રમાણ તથા ધારણાનો કાળ પરિણામ સંખ્યાત અસંખ્યાત કાળ.
જ મતિના કુલભેદ-આ રીતે ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ,છપ્રકારે અર્થાવગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારે ધારણા એમ કુલ ૨૮ ભેદ મતિજ્ઞાન કે આભિનિબોધિક જ્ઞાન ના જાણવા.
જ અવગ્રહાદિનું દૃષ્ટાન્તઃ- [શ્રી નંદિ સૂત્ર અનુસાર,
(૧)શ્રોત્રેન્દ્રિયસંબંધઃ- કોઈ વ્યકિતના કાને અવ્યકત શબ્દ અથડાય ત્યારે તે ભાષાના પુદ્ગલો તેપુરુષનાકર્ણદ્વારા પ્રવેશી શ્રોત્રેન્દ્રિયને સ્પર્શતઅનંતરઆ શબ્દછે તેવું તે વ્યક્તિ જાણે તેઅવરહ.
આ શબ્દ કયો છે? [અમુક પુરુષનો કે સ્ત્રીનો કે અન્ય કોઈ] તે વિચારણા એ ઈહા.
પછી આ શબ્દ અમુકનો જ છે. જેમ કે ખર સ્વર છે એટલે અમુક પુરૂષનો જ હોવો જોઈએ તેવું નિશ્ચયાત્મક જ્ઞાન તે અવાય.
ત્યાર પછી તેને સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી ધારણ કરે છે તે ધારણા.
(૨)ચક્ષુરિન્દ્રિય સંબંધ છેઃ-કોઈ વ્યકિતએ અસ્પષ્ટરૂપ જોયું તેને “આ કોઈ રૂપ છે'' તેમ ગ્રહણ કરે પણ કોનું રૂપ છે તે જાણે નહીં તેને અર્થાવગ્રહ કહ્યો.
પછી આ રૂપ અમુક છે તેવું જાણે. આિ જડ રૂપ છે કે પુરુષાકૃત્તિ. જડ તો સ્થિર હોય.ચેતન હાલચાલે એવી વિચારણા તે ઈહા.
પછી અવાયમાં પ્રવેશે ત્યારે તે ઉપગત થઈ જાય. [આ (ચેતના કૃત) પુરૂષ જ છે કેમ કે હાલે ચાલે છે તેવો નિશ્ચય તે અવાય
પછી ધારણામાં પ્રવેશેલ જ્ઞાન સંખ્યાત-અસંખ્યાત કાળ સુધી રહે છે.
આ રીતે ધ્રાણેન્દ્રિય-રસનેન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય સંબંધે પણ અવગ્રહ-ઈહા-અવાય-ધારણા સમજી શકાય. શ્રી નંદિસૂત્રમાં આ વાત ગાથાબધ્ધ રીતે સમજાવેલ છે.
(૬)નોઇન્દ્રિય-મનસંબંધે- કોઈ પુરૂષે અવ્યક્ત સ્વપ્ન જોયું તેને સ્વપ્ન છે તેટલી ખબર પડેતે અવગ્રહ.
મેસ્વપ્નમાં શું જોયું તે સંબંધિવિચારણા તેને બહા' કહે છે. તદનંતરતે અવાયમાં પ્રવેશે છે. ત્યારે તે ઉપગત થાય છે [મેં અમુક જ સ્વપ્ન જોયું તેવો નિર) તેને “અવાય' કહે છે.
તત્પશ્ચાત ધારણામાં પ્રવિષ્ટ થતા સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તે ધારી રાખે છે.
જ આ અભિનિબોધિક-મતિજ્ઞાન ચાર પ્રકારે પણ નિરૂપેલ છે [શ્રી નંદિસૂત્રાનુસાર) (૧)દ્રવ્ય દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્ય રીતે સર્વદ્રવ્યોને જાણે છે પણ જોતા નથી. (૨)ક્ષેત્રઃ- ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વ ક્ષેત્રને જાણે છે પણ જોતા નથી. (૩)કાળઃ- જ કાળથી મતિજ્ઞાની સામાન્યતયા ત્રણે કાળને જાણે છે પણ જોતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org