Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આગમમાં પણ આભિનિબોધક જ્ઞાન શબ્દના સંજ્ઞા સ્મૃતિ મતિ ચિંતા વગેરે પર્યાયો જણાવેલા છે. એ રીતે લોકો વ્યવહારમાં મતિનો અર્થ વર્તમાન જ્ઞાન, સ્મૃતિનો અર્થ અતીત જ્ઞાન, ચિંતાનો અર્થ તર્ક, અભિનિબોધનો અર્થ અનુમાન કરે છે તેના મતનું ખંડન થઇ જાય છે. વાસ્તવમાં અહીં સૂત્રકારે સ્મૃતિ વગેરે નામોનો સંગ્રહ વિવિધ જ્ઞાનની અપેક્ષાએ કર્યો જ નથી.
* લોક વ્યવહારથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ વગેરે અર્થો કરાય છે તે શું છે? (૧)કેટલાંક નૈયાયિકો મતિજ્ઞાનને સાવ્યવહારિક પ્રત્યક્ષ ગણે છે. (૨)સ્મૃતિને સ્મરણ કે પરોક્ષપ્રમાણ જ્ઞાન રૂપે ઓળખાવે છે.
(૩)સંજ્ઞા ને ‘‘તર્ક’’ તરીકે ઓળખાવે છે. હેતુ અને સાધ્યની એક સ્થાને વ્યાપ્તિ જોવામાં આવવાથી બધે સ્થાને તે વ્યાપ્તિ લાગું કરવી. જેમ કેલીલા લાકડા સળગે ત્યારે ધૂમાડો થતો જોઇ જયાં જ્યાં ધૂમાડો દેખાય ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરાય છે તો આ જ્ઞાનને ઉહ અથવા તર્ક કહે છે.
(૪)ચિંતાને પ્રત્યભિજ્ઞાન કહે છે. કોઇ ગુરુ ભગવંતને પહેલા જોયા હોય ફરી કેટલાંક વર્ષ બાદ મળે ત્યારે એમ યાદ આવે કે પહેલાં મેં જોયેલા તે ગુરુ ભગવંત આ છે. ત્યાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બંને જે જ્ઞાનમાં ભાસે તે તેપ્રત્યભિજ્ઞાન.
૭૪
(૫)અભિનિબોધને અનુમાન ગણાવે છે. તર્કના જ્ઞાનથી થયેલી વ્યાપ્તિના સ્મરણથી હેતુને આધારેસાધ્યનું જ્ઞાન થાય છે તેને અનુમાન કહેછે. ધૂમાડો જોતાં અગ્નિનો નિશ્ચય કરવો.
સૂત્રકારે સ્પષ્ટ પણે કૃતિ અનર્થાન્તરમ્ લખેલ હોવાથી આપણે આવા કોઇ અર્થોને સ્વીકારતા નથી. આપણે તો મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાનસ્મૃતિજ્ઞાન-સંજ્ઞાજ્ઞાન વગેરેને પર્યાયવાચી અથવા એકાર્થક જ સમજવા.
[] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ:
ईहा अपोहवीमंसा - मग्गणा यं गवेसणा સના સર્ફ મર્ફે પન્ના સત્યં આમિળિયોયિ અન્ય સંદર્ભ:- વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૯૬ [] [9]પદ્યઃ
(૧)
(૨)
નંદિ સૂત્ર ૩૭/ગાથા ૮૦
મતિ તણા પર્યાય નામો અનેક ગ્રંથે પાઠવ્યાં. મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા આભિનિબોધિક તે કહ્યાં. શબ્દથી અંતર થતો પણ અર્થથી અંતર નહીં. વિષય ચાલુ કાળનો જે ગ્રહે તેહિ મતિ કહી, મતિ સંજ્ઞા સ્મૃતિ ચિંતા, અભિનિબોધ પાંચ આ એકાર્થ વાચી છે શબ્દો જે મતિજ્ઞાન બોધતા
[] [10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં મતિજ્ઞાનના પર્યાયો જણાવેલા છે તેમાં સુંદર વૈરાગ્યમય નિષ્કર્ષ તારવી શકાય છે. સ્મૃતિમાં અતિત કાળ વિષયક સ્મરણને લીધું.
આત્મ સ્મરણ થતું નથી, પ્રભુ સ્મરણ થતું નથી, વીતરાગવાણીનું સ્મરણ થતું નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International