Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
મનનું મતિ:
જે તે વર્તમાન વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ઈન્દ્રિયો કે મન દ્વારા વર્તમાનમાં
વિદ્યમાન વિષયનો બોધ તે મતિજ્ઞાન.
૭૨
મન અથવા ઇન્દ્રિયોથી, વર્તમાન કાળવર્તી પદાર્થને અવગ્રહાદિ રૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે. મતિ એજજ્ઞાનતે મતિજ્ઞાન. તે ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તે વર્તમાનકાળવિષયને જણાવનારું છે.
ઇન્દ્રિય અથવા મનના નિમિત્તે કોઇ પણ પદાર્થનું જે આદ્ય જ્ઞાન થાય છે તેને અનુભવ અથવા મતિજ્ઞાન કહે છે.
(૨)સ્મૃતિઃ- ભાષ્યકાર તેને સ્મૃતિ જ્ઞાન કહે છે. જ સ્મરણંસ્કૃતિઃ- સ્મૃતિ એ જ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન.
ઇન્દ્રિય વગેરેથી જે જણાયેલા વિષયના રૂપ વગેરે. કાલાન્તરે તે નાશ થવા છતાં તેનું સ્મરણ રહે તે તે સ્મૃતિજ્ઞાન જાણવું.
* સ્મૃતિ-ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભવેલ વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન. આ અતીતવિષયક જ્ઞાન છે. તેમાં પૂર્વ અનુભૂત વસ્તુનું સ્મરણ છે.
અતીત વસ્તુના આલંબનમાં એકકર્તૃક એવી ચૈતન્ય પરિણતિ-સ્વભાવ અથવા મનોજ્ઞાન તે સ્મૃતિ.
પહેલાં જાણેલા-સાંભળેલા-અનુભવેલા પદાર્થોનું વર્તમાનમાં સ્મરણ તે સ્મૃતિ. કાળાન્તરે તે જાણેલા પદાર્થોનું વર્તમાનમાં આવવું તેને સ્મૃતિ કહે છે. (૩)સંજ્ઞાઃ- સગ્ગાનું સંજ્ઞા-ભ ભાષ્યકારે તેને સંજ્ઞા જ્ઞાન કહે છે.
* ભૂતકાલના વિષયને વર્તમાન કાળનો વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જોતા ‘‘તે જ આ વસ્તુ છે'' [જેમેં પૂર્વે જોઇ હતી] એ પ્રમાણે થતું જ્ઞાન તેસંજ્ઞાજ્ઞાન.
* પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ સંજ્ઞા છે. આથી તે વર્તમાન તથા અતીત ઉભય વિષયક છે.
વર્તમાનમાં કોઇ પદાર્થ નજરે પડતા આ પદાર્થ તે જ છે જે મેં પહેલા જોયો હતો, એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડ રૂપ જ્ઞાનને સંજ્ઞા કહેછે.
* પૂ.હરિભદ્રસૂરિજી સમેત કેટલાંક સંજ્ઞા જ્ઞાન માટેપ્રત્યભિજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાનપર્યાય શબ્દ વાપરે છે.
સંજ્ઞા એટલે અનુભવ+સ્મૃતિ (૪)ચિંતાઃ- વિન્તનું વિના
ભાષ્યકાર તેને માટે ચિંતાજ્ઞાન શબ્દ કહે છે.
ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણા તે ચિંતા જ્ઞાન. તે અનાગતવિષયક છે કેમ કે તે ભાવિ વિષયક વિચાર ગ્રાહી છે.
જો જ્ઞાનાદિ ત્રય સમન્વય થાય તો જ પરમ સુખની પ્રાપ્તિ થાય અન્યથા ન થાય એ પ્રકારે જો ભવિષ્યમાં આમ થશે તો તેનું તેમ ફળમળશે અન્યથા નહીં મળે, એવી જે ચિંતા
તે ચિંતાજ્ઞાન કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International