Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૪
સુકૃતોનું સ્મરણ થતું નથી—કેમ?
કારમ સ્મૃતિ તો પૂર્વે અનુભવેલ પદાર્થની હોય. આત્મસ્વરૂપનું યર્થાથ જ્ઞાન કે ચિંતવના કરી હોય તો સ્મરણ થાય ને? પ્રભુની વંદના-ભજના કરી હોય તો સ્મરણ થાયને? વીતરાગવાણીનું શ્રવણ મનન કર્યું હોય તો સ્મરણ થાય ને?
આ સૂત્રમાં સ્મૃતિજ્ઞાનનો આજ નિષ્કર્ષ ગ્રાહ્ય છે. જો મોક્ષમાર્ગ ને સમજયા હો તો તેને અનુસરતી પ્રવૃત્તિ કરવી જેથી તેનું સ્મરણ રહે.
આવો જ બીજો શબ્દ છે ચિંતાજ્ઞાન. ‘જો આમ હશે તો તેમ થશે’’ એવી ચિંતા જ કરાતી હોય છે. [ત્યાં પૂ. સિધ્ધસેનગણિજીએ આપેલ દૃષ્ટાન્ત મનનીય છે.] જો જ્ઞાનાદિત્રયનો સમન્વય થશે તો પરમસુખની પ્રાપ્તિ થશે અન્યથા નહી.
મનમાં ચિંતન તો થવાનું જ તો શુભ ચિંતન કેમ ન કરવું?
આ શાસ્ત્રમાં સૂત્રકાર મહર્ષિએ પ્રથમ સૂત્રમાં જ મોક્ષમાર્ગ માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધનો બતાવ્યા. જોઆ ત્રણ સાધનોનો એકત્રિત ઉપયોગ કરશો તો મોક્ષ મળશે. માટે આ સૂત્રનો નિષ્કર્ષ છે કે શુભ ચિંતન જ કરવું.
] ]
અધ્યાયઃ ૧ સૂત્રઃ૧૪
[1]સૂત્રહેતુઃ-આ સૂત્ર થકી મતિજ્ઞાનનું સ્વરૂપ અથવા મતિજ્ઞાન ઉત્પત્તિના
નિમિત્તો જણાવેછે.
૭૫
] [2]સૂત્ર:મૂળ:-તરિન્દ્રિયાનિન્દ્રિયનિમિતક્
] [3]સૂત્ર:પૃથ-તદ્ ફન્દ્રિય અનિન્દ્રિય નિમિતક્
[] [4]સૂત્રસારઃ-તે[મતિજ્ઞાન] ઈન્દ્રિયઅનેઅનિન્દ્રિય (મન)નીનિમિત્તે (સહાયતા વડે) ઉત્પન્ન થાય છે.
] [5]શબ્દશાનઃ
તત્-તે, તે મતિજ્ઞાન [સૂત્રઃ૧૩માં દર્શાવ્યા મુજબ]
રૂન્દ્રિય-પાંચ છે. સ્પર્શન, રસના, પ્રાણ,ચક્ષુ અને શ્રોત્ર
ફન્દ્રિય નિમિત્ત-પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયનું જે જ્ઞાન તે ઇન્દ્રિય નિમિત્તક કહેવાય. અનિન્દ્રિય નિમિત્ત-મનની પ્રવૃત્તિ કે ઓઘથી થતું જ્ઞાન તે અનિન્દ્રિય નિમિત્તક કહેવાય. ] [6]અનુવૃત્તિ- મતિ:સ્મૃતિ:સંજ્ઞાનિનાઽમિનિકોષ
[] [7]અભિનવટીકાઃ
ત્વચા (ચામડી),રસના (જીભ),નાક,આંખ અને કાન એ પાંચે ઈન્દ્રિયો છે. આ પાંચ ઈન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ,રસ,ગંધ,રૂપ અને શબ્દનું મતિજ્ઞાન [મત્યાદિ પાંચે જ્ઞાન] થાય છે. તેને ઈન્દ્રિય નિમિત્તક કહ્યાં.
ૐ અનિન્દ્રિય એટલે મન. તે નિમિત્તે જે જ્ઞાન થાય તેને અનિન્દ્રિય નિમિત્તક જ્ઞાન કહ્યું. ૐ જયારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે. ત્યારે સર્વ પ્રથમ વિષય કે વસ્તુની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International