Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે જે ઈન્દ્રિયોના જે જે વિષયો હોય છે તે તે વિષયોને જાણવાની શકિત તેતે ઇન્દ્રિયોમાં હોય છે. જેમ કે કાન સુંઘી શકે નહીં, આંખ સાંભળી શકે નહીં, નાક જોઈ શકે નહીં...
વળી દૂરના, ઢંકાયેલા, ભૂતકાળના ભવિષ્યકાળના વિષયો ઇન્દ્રિયો સાક્ષાત જાણી શકતી નથી. વળી શક્તિહીન કેરોગયુક્ત ઈન્દ્રિયો પણ બરાબર જ્ઞાન પ્રાપ્ત કરાવી શકતી નથી. વિષયોમાં કોઈ વિષયની તીવ્રતા વધી જાય ત્યારે પણ બીજી ઈન્દ્રિયોના અલ્પવિષય ઢંકાઇ જાય.
નોંધઃ- (૧) ઇન્દ્રિયોનાવ્યા અને ભાવ ઈન્દ્રિયો નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિય, લબ્ધિ અને ઉપયોગ ઈન્દ્રિયવગેરે ભેદો પણ સમજવા જેવા છે. જે અધ્યાયઃ નાસૂત્ર ૧૫થી રરમાં વર્ણવાયેલ હોવાથી અત્રે તેની ચર્ચા કરેલ નથી. . (૨)અહીં થી મતિજ્ઞાન અધિકાર શરૂ થાય છે.
(૩)જ્ઞાનના ભેદો સૂત્રકારે વર્ણવ્યા તે ક્રમથી અહીં નોંધેલ છે અને તે નંદિસૂત્ર મુજબ પરિશિષ્ટમાં નોંધેલ છે. 0 [B]સંદર્ભઃ
આગમ સંદર્ભઃसे किं तं पच्चक्खं पच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा इंदिय पच्चक्खं नोइंदिय-पच्चक्खं - નંદિ સૂત્રઃ ૩
से किं तं पच्चक्खं पच्चक्खं दुविहे पण्णत्ते, तं जहा इंदिय पच्चखे अ नोइंदिय - પચ્ચેવે - અનુયોગ દ્વાર સૂત્રઃ ૧૪૪
# તત્ત્વાર્થ સંદર્ભઃ(૧) ઇન્દ્રિયોના ભેદો માટે સૂત્ર ૨૧૫ થી ૨૨૧ (૨)અનિન્દ્રિયને આશ્રીને સુત્ર રઃ૨૨ (૩)જ્ઞાનના ભેદ રૂપે સૂત્ર ૧:૧૫ થી ૧:૩૩ U [9]પદ્ય(૧) મતિજ્ઞાનની ઉત્પત્તિ માટે કહ્યા છે બે કારણો.
ઈન્દ્રિય કારણ પ્રથમ છે ને મન તે બીજું સૂણો. (૨) ઈન્દ્રિયોને મન દ્વારા એ નિમિત્તે થઈ જતું
જાણવું તે મતિજ્ઞાન પરોક્ષ આત્મ દ્રષ્ટિએ D [10]નિષ્કર્ષ-આપણે આત્માને નિમિત્તવાસી ગણાવેલ છે. જયાં સુધી ઉપાદાન [આત્મા સર્વથા શુધ્ધ ન બને અથવા શ્રેણી ન માંડે ત્યાં સુધી નિમિત્તની અસરો થતી રહે છે.
આવા ઈન્દ્રિયો કે અનિન્દ્રિય નિમિત્તો થકી મતિજ્ઞાન થાય છે તેમ આ સૂત્ર જણાવે છે.
આ સૂત્રનો નિષ્કર્ષ એવો લઈ શકાય કે ઇન્દ્રિયને અશુભનિમિત્તો મળતા અશુભ ગ્રહણ થાય છે અને શુભ નિમિત્તો મળતા શુભનું ગ્રહણ થાય છે. તેથી નિમિત્તવાસી આત્માએ ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તો થકી શુભમાં-શુભ યોગોમાં પ્રવર્તવું જેથી આ શુભ યોગો સમ્યકજ્ઞાન-દર્શન થકી સમ્યફ ચારિત્ર પ્રતિ ગતિ કરાવે.
OOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org