Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૬૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[] [5]શબ્દશાનઃપ્રત્યક્ષ-પ્રત્યક્ષ,ઇન્દ્રિયની મદદ વિના થતો બોધ. અન્યત્-અન્ય,સિવાયના,અવધિ-મનપર્યવ-કેવળ
[] [6]અનુવૃત્તિઃ
(૧)મતિવ્રુતાધિમન:પર્યયòવનિ જ્ઞાનમ્ (૨)તત્વમાળે (૩) આઘે પરોક્ષમ્ એ ત્રણે સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં પ્રવર્તે છે.
[] [7]અભિનવટીકાઃ-સૂત્રઃ૧૧માં જણાવ્યાનુસાર આ સૂત્ર પણવ્યાકરણ પધ્ધતિ આધારે રચાયેલુંછે. અષ્ટાધ્યાયીના અભ્યાસી આ અનુવૃત્તિ ક્રમ સહેલાઇથી સમજી શકે. કેમ કે અહીં અન્યત્ શબ્દ લખ્યો પણ અન્ય એટલે ક્યાં? તે સંબંધ ઉપરના સૂત્રોને આધારે જ સ્પષ્ટ થઇ શકે છે.
પૂર્વે પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંના પ્રથમના બે જ્ઞાન, તેને પરોક્ષ પ્રમાણ ગણ્યા માટે અન્ય બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ થાય.
અન્યત્-બીજા [આ શબ્દ ઉપરોકત ૧૦ અને ૧૧ માં સૂત્રના સંદર્ભમાં છે. ૧૦ માં સૂત્ર મુજબના પાંચ જ્ઞાનમાંથી બે પરોક્ષ કહ્યા તે સિવાયના તે અન્યત્ સમજવા.
* અવધિ-મન:પર્યવ અને કેવળ એ ત્રણજ્ઞાનો પ્રત્યક્ષ [પ્રમાણ] છે. આ જ્ઞાનને પ્રત્યક્ષ એટલા માટે કહ્યા છે કે તે ઈન્દ્રિય તથા મનની મદદ વિના ફકત આત્માની યોગ્યતાથી સાક્ષાત્ આત્માને જ ઉત્પન્ન થાય છે.
અક્ષ:- અોતિ વ્યાખોતિ જ્ઞાનતિ કૃતિ ક્ષ આત્મા. [વ્યાપ અને હૈં ધાતુ એકાર્થક છે]
જે આમોક્ષ માર્ગદર્શાવતું શાસ્ત્ર છે તેથી તેમાં આત્મસાપેક્ષતા જ મહત્વની ગણી છે. ઞક્ષ નો આત્મા અર્થ જ ગ્રાહ્ય કરી, ‘‘આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થતા’’ એવા અવધિ આદિ ત્રણને પ્રત્યક્ષ કહ્યાં.
ઈન્દ્રિય તથા મનોજન્ય જ્ઞાનને કયાંક પ્રત્યક્ષ કહ્યું છે તે ન્યાયશાસ્ત્ર કે લોકાધારે સમજવું. અધ્યાત્મ શાસ્ત્ર તો પરોક્ષ જ ગણેલ છે.
પ્રત્યક્ષ મહં પ્રતિ વર્તતે જીવની જ સાન્નિધ્યતાથી થતો બોધ તેને પ્રત્યક્ષ” કહેવાય.
* આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત એવા ઇન્દ્રિય-મન-ઉપદેશ વગેરે રહિત આત્માના આશ્રયે જે ઉપજે છે અને તેમાં અન્ય કોઇ નિમિત્ત હોતું નથી એવું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે.
જે પ્રત્યક્ષ જ્ઞાનને માટે ભાષ્યકારે લક્ષણ બાધ્યું કે તે અતીન્દ્રિય છે. અતીન્દ્રિય નો અર્થ ફન્દ્રિયમ્ અતિાન્ત: એવો લીધો છે. અર્થાત્ ચક્ષુ-શ્રોત્ર-વગેરે પાંચ ઇન્દ્રિય અને મન કે જેને અનિન્દ્રિય કહ્યું છે. તે બંનેની સહાયતાની જેમાં અપેક્ષા રહેતી નથી.
વળી જો ઇન્દ્રિય જ્ઞાનને પ્રત્યક્ષ માનવા જઇશું તો સર્વજ્ઞતા જ સ્થિર નહીં રહે. કેમ કે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનને કિવળજ્ઞાનને] પ્રત્યક્ષ માનેલું છે હવે જો તેને ઈન્દ્રિયજન્ય માનશો તો ઈન્દ્રિયનો વિષય તો અલ્પ અને નિયત છે માટે ગતીન્દ્રિય લક્ષણ જ સાર્થક છે.
ધ સિધ્ધસેનીયટીકામાં જણાવેછેકે જો પ્રત્યક્ષતામાં અંતર નિમિત્ત એવા ક્ષયોપશમને કારણ રૂપ ગણીશું તો તો મતિ વગેરે સર્વેમાં સાધારણ ક્ષયોપશમ કારણ રહેવાનું જ. તેથી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org