Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
$$
તવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાધાનઃ- આવા પ્રમાણ ગ્રંથો સ્વાભાવિક એમ માનવા પ્રેરે છે કે ઈન્દ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. પણ સૂત્રકારે તેને પરોક્ષજ્ઞાન ગયું તેનું સામાધાન આપે છે.
(૧)જેઓ અક્ષનો અર્થ ઇન્દ્રિય કરે છે તે મતે ઇન્દ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ ગણાય. અહીં દરેક વિષયની વિચારણાનો પાયો મોક્ષમાર્ગ છે તેથી અહીંમક્ષ નો અર્થ આત્મા ગ્રહણ કર્યો છે. કેવળ આત્મા થકી થાય તે પ્રત્યક્ષ અને જે જ્ઞાન ઇન્દ્રિયોની મદદથી થાય તે આધ્યાત્મિક દૃષ્ટિએ તો પરોક્ષ જ જાણવું.
(૨)જૈન ન્યાયંગ્રન્થોમાં પણ મતિ વગેરેને જે પ્રત્યક્ષ ગણાવ્યા છે તે ઈન્દ્રિય પ્રત્યક્ષતાથી છે. તેમજ લોક વ્યવહારની દ્રષ્ટિએ તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ સમજવા.
(૩)નંદિસૂત્રમાં જેમન્વય પચ્ચેવે કહ્યું છે તેમ એજનંદિસૂત્ર પ્રશ્ન ૧૫/૧માં પૂછયું છે કે?? વિતં પરોવના ?
परोक्खनाणं दुविहं पन्नतं तं जहा आमिणिबोहियनाण परोक्खं च सूयनाण परोक्खं વ પરોક્ષજ્ઞાન બે પ્રકારે કહ્યા. આભિનિબોધ (મતિ) જ્ઞાન પરોક્ષ અને શ્રુતજ્ઞાન પરોક્ષ
(૨)મતિ-શ્રુત બંને પરોક્ષ કેમ કહ્યાં?
નિમિત્ત અપેક્ષાનેકારણે બંનેને પરોક્ષ કહ્યાં છે. ઇન્દ્રિય અને મનોનિમિત્ત અપેક્ષા રહેતી હોવાથી તેને પરોક્ષ ગણ્યા છે.
કોઈ એવી પણ શંકા કરે કે અવધિ વગેરે જ્ઞાનમાં પણ વિશિષ્ટ ક્ષયોપશમ આદિ નિમિત્તની અપેક્ષા તો રહે જ છે ને? તેનું શું?
આવી શંકા ટાળવા માટે અપાય-પદ્રવ્ય તથા મતિજ્ઞાનમ્ એવું વચન મૂકી પરોક્ષ માટે બીજો મુદ્દો જણાવે છે.
ગાય એટલે નિશ્ચય અર્થ કર્યો.
સ દ્રવ્ય નો અર્થ સુંદર દ્રવ્ય અર્થાત્ સમ્યક્તના દળીયા કર્યો છે. આ સપષ્ય સત્ દ્રવ્યાળિ ૨ નો જે ભાવ તેને અપાય દ્રવ્યમ્ કહયું.
અપાય:-ઈન્દ્રિય જન્ય અને અનિન્દ્રિય જન્ય છે. તેમાં ઈન્દ્રિય નિમિત્તમાં કહ્યાગૃદિg અને તિરિત-ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરનાર અને અન્ય પદાર્થ નિમિત્તની અપેક્ષાએ મતિજ્ઞાનને પરોક્ષ ગણેલ છે.
વિશેષ સ્પષ્ટતા માટે શ્રીમાન્ હરીભદ્રસૂરિજી આગળ લખે છે કે તે મતિજ્ઞાન શ્રોત્રવગેરે પાંચ ઈન્દ્રિય અને અનિન્દ્રિય એવું મનના કારણે થતું જ્ઞાન છે.
જ શ્રુતજ્ઞાનના પરોક્ષત્વ માટે વિશેષ કારણ જણાવે છે કે તે મતિજ્ઞાન પૂર્વક હોય છે તેમજ તીર્થકરાદિના ઉપદેશ પૂર્વક ઉત્પન્ન થાય છે. માટે તેને પણ પરોક્ષ કહ્યું.
(૩)માઘ બે કઈ રીતે થઈ શકે?
પહેલું મુખ્ય કલ્પનાથી પ્રથમ છે. બીજું ઉપચાર કલ્પનાથી પ્રથમ છે. મતિજ્ઞાન તો પાંચ જ્ઞાનમાં પ્રથમછે તે સ્પષ્ટ છેમાન પરિભાષા મુજબનિકટનાને જ સામર્થ્યબળથી લેવાય છે માટે મતિ સાથે શ્રુતનું ગ્રહણ કર્યું.
- દ્વિવચન હોવા માત્રથી તો કયા બે જ્ઞાન લેવા તે પ્રશ્ન થાય જ. વળી અવધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org