Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૭.
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૭
સમ્યગ્દર્શન એ શુધ્ધ દર્શનમોહનીય કર્મરૂપ કામર્ણ વર્ગણાના સ્વરૂપે પુદ્ગલ દ્રવ્ય છે.
દર્શન મોહનીય કર્મનો જેમને સર્વથા ક્ષય થયો છે. એવો વર્ણ ગંધ-રસ-સ્પર્શના અભાવરૂપ જીવ સમ્યગ્દષ્ટિવાળો જીવ કહેવાય. તે અપેક્ષાએ તેનું સમ્યગ્દર્શન જવરૂપ હોઈ અરૂપી છે તેથી તે પુદ્ગલ સ્કંધ કે પુદ્ગલ પરમાણું રૂપે નથી.
(૨)સમ્યગ્દર્શનનો સ્વામી કોણ છે. (૧)આત્મસંયોગે જે આત્મામાં સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે તેનો સ્વામી છે.
(૨)પરસંયોગે એક કે એકથી વધુ જે જીવ કે અજીવની નિશ્રાથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તે તે જીવ કે અજીવ પણ સ્વામી ગણાશે.
(૩)જીવને એક કે વધુ જીવ તથા પ્રતિમાદિ અજીવ નિશ્રાએ એમ ઉભય પણે સમ્યગ્દર્શન થાય છે તેને ઉભયસંયોગે સ્વામિત્વ ગણ્યું.
$ બીજી દ્રષ્ટિએ સમ્યગ્દર્શનનો સ્વામી ભવ્ય જીવ જ હોઈ શકે. અભવ્ય કે જાતિભવ્ય સમ્યગ્દર્શનના સ્વામી ન હોય.
# ઇન્દ્રિય અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય ત્રણે સમ્યગ્દર્શનનો સ્વામી થઈ શકે. એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયને કોઈ જ દર્શન હોતુ નથી.
# કાય અપેક્ષાએ ત્રસકાયને સમ્યગ્દર્શન હોઈ શકે. સ્થાવરકાયને ન હોય. ૪ વેદ અપેક્ષાએ ત્રણે વેદમાં ત્રણે દર્શન થાય પણ અવેદીને તો ક્ષાયિક દર્શન જ હોય.
૪ જ્ઞાનની અપેક્ષાએ મતિ આદિચાર જ્ઞાનમાં ત્રણે દર્શન હોય શકે પણ કેવળજ્ઞાનીને સાયિકદર્શન જ હોવાનું.
આવા અનેક ભેદે સ્વામિત્વ નક્કી થઈ શકે. (૨)સમ્યગ્દર્શનના સાધન કયા?
# સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ વડે ઉત્પન્ન થાય છે. આ આ નિસર્ગ અને અધિગમની વાત અધ્યાય ૧ઃસૂત્રઃ૩માં કહી છે. [અધિગમ એટલે યોગ્ય પ્રયત્ન એવો અર્થ અત્રે અભિપ્રેત છે.
$ દર્શનને આવરતા કર્મોના ક્ષય-ઉપશમ કે થયોપશમ વડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
$ બાહ્ય સાધનમાં જાતિસ્મરણજ્ઞાન-ધર્મશ્રવણ-વેદનાનો અનુભવ-જિનદર્શન પ્રતિમાદર્શન-જિનમહિમા કે દેવત્રધ્ધિદર્શન વગેરે બાહ્ય નિમિત્તો થકી સમ્યગ્દર્શન થાય છે.
(૪)સમ્યગ્દર્શનનું અધિકરણ શું?
૪ આત્મસંનિધાને સમ્યગ્દર્શન જીવમાં હોય છે. બાહ્ય સંનિધાને સમ્યગ્દર્શન એક કે વધારે જીવ અથવા અજીવમાં હોય છે. ઉભય સંનિધાને સમ્યગ્દર્શનનો આધાર આત્મતથા બાહ્ય બંને સંનિધાનોમાં હોય છે.
# બીજી રીતે સમ્યગ્દર્શનનું અત્યંતર અધિકરણ આત્મા પોતે છે બાહ્ય અધિકરણ ત્રસનાડી છે.
(૫)સમ્યગ્દર્શનની સ્થિતિ શું?
સમ્યગ્દષ્ટિના બે ભેદ છે (૧)સાદિ સાંત (૨)સાદિ અનંત. સમ્યગ્દર્શનની સાદિ સાંત જ છે. તે જધન્યથી અંતમૂહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૦ સાગરોપમ છે. સાદિ અનંત એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org