Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનેક પ્રકાર થઈ શકે.
સમ્યગુદર્શન-ખાસ નોંધ- સમગુ દર્શન વિશેની ચર્ચા અલગ વિભાગમાં કરી છે. છતાં અહીં સામાન્યથી છ દ્વાર કહ્યા છે. આ નિર્દેશઃ- તત્ત્વાર્થ શ્રધ્ધાન્ એ જ સમ્યગ્રદર્શનનું સ્વરૂપ છે.
સ્વામિત્વ:- તેનો સ્વામી આત્મા પોતે છે. સાધન- ઉપશમ-ક્ષય વગેરે દર્શન મોહના અંતરંગ સાધન છે. ઉપદેશાદિબાહ્ય સાધન છે. અધિકરણઃ- આત્મા એ તેનો આધાર છે.
સ્થિતિ - દર્શનની જધન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૬૬ સાગરોપમ છે. -ઔપશમિક-ક્ષાયોપથમિકનીસાદિ અનંત સ્થિતિ છે.
વિધાન-સમ્યગ્દર્શનનો એક ભેદ છે. બીજી રીતે નિસર્ગ -અધિગમ બે ભેદ છે. ઉપશમ ક્ષય-ક્ષયોશમ ત્રણ ભેદે છે. પરિણામ ભેદે તો સંખ્યાત-અસંખ્યાત-અનંત ભેદ થઈ શકે.
* સમ્યજ્ઞાનઃ- છ દ્વારની ચર્ચા. નિર્દેશઃ-જીવાદિ તત્ત્વોની જાણકારીને સમ્યજ્ઞાન કહે છે.
સ્વામિત્વ - તેનો સ્વામી આત્મા પોતે છે. સાધન - જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરવો તે સાધન છે. અધિકરણઃ-આત્મા એ જ્ઞાનનો આધાર છે.
સ્થિતિઃ-લાયોપથમિક એવા મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવની સ્થિત સાદિ સાત્ત છે. ક્ષાયિક જ્ઞાનની સ્થિતિ સાદિ અનન્ત છે.
વિધાનઃ- સામાન્યથી જ્ઞાનનો એક ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદે બે પ્રકાર છે. દ્રવ્યગુણ-પર્યાય રૂપશેય ભેદેત્રણ પ્રકાર છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવળ ભેદપાંચ પ્રકાર છે. શેય પરણિતિથી તો અનંત ભેદ પણ થઇ શકે.
સમ્યચ્ચારિત્ર- છ દ્વારની ચર્ચા. નિર્દેશઃ- કર્મોને આવવાના કારણોની નિવૃત્તિને ચારિત્ર કહે છે. સ્વામિત્વઃ- સમ્યચ્ચારિત્રનો સ્વામી આત્મા છે. સાધના-ચારિત્ર મોહનીયનો ક્ષય ઉપશમ એ ચારિત્રનું સાધન છે. અધિકરણ - આત્મા પોતે ચારિત્રનો આધાર છે.
સ્થિતિ -ઔપશમિક અને સાયોપથમિક ચારિત્રની સ્થિતિ સાદિ સાત્ત છે. ક્ષાયિક ચારિત્રની સ્થિતિ આદિ અનન્ત છે.
વિધાન-સામાન્યથી એક ભેદ છે. બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ અપેક્ષાએ બે ભેદ છે. સાયિક-લાયોપથમિક-ઔપથમિક એ ત્રણ ભેદ છે. સામયિક છેદોપસ્થાનીય-પરિહાર વિશુધ્ધિ-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત પાંચ ભેદે છે. પરિણામ દષ્ટિએ તો અનંત ભેદ થઈ શકે.
જ સમ્યગ્દર્શન સંબંધે છ દ્વારોની વિશેષ ચર્ચા (૧)સમ્યગ્દર્શનનું નિર્દેશ) સ્વરૂપ શું છે? સામાન્ય નિર્દેશથી જીવ અજવાદિ તત્ત્વોની શ્રધ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org