Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૮
પ૩ સંજ્ઞી પંચેન્દ્રિયને બંને સમકિત હોય છે. પ્રકાર ભેદે શાયિકાદિ ત્રણે હોય છે.
(૩)કાય માર્ગણા:-પૃથ્વિ-અ, તેઉ-વાયુ-વનસ્પતિ એ પાંચ કાયમાં બેમાંથી એકે સમકિત નથી. જયારે ત્રસકાયમાં બે-ત્રણ-ચાર ઈન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય ત્રસકાયને પૂર્વ પ્રતિપન્ન હોય છે. પણ પછી ઉત્પન થનારું સમતિ હોતુ નથી.
સંજ્ઞિ પંચેન્દ્રિય ત્રસકાય પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સ્વરૂપે છે.
(૪)યોગમાર્ગણા - પૃથ્વિ થી વનસ્પતિકાયને આશ્રીને કાયયોગે બંનેમાંથી એકે સમકિત નથી. કાયા અને વચન બંને યોગે સંયુકતપણે બે-ત્રણ-ચાર ઇન્દ્રિય તથા અસંશિ પંચેન્દ્રિયને પૂર્વપ્રતિપન્ન સમકિત એવું ક્ષાયોપથમિક તથા સાયિક સમકિત છે. કાયા વચન તથા મનોયોગમાં પૂર્વ પ્રતિપન્ન થયેલું) અને પ્રતિપદ્યમાન થતું) બંને સમકિત છે.
(૫)વેદમાર્ગણા:- સામાન્યથી પુરુષ સ્ત્રી નપુંસક ત્રણેવેદેપૂર્વ પ્રતિપન્ન થયેલું) અને પ્રતિપદ્યમાન થનારું) બંને સમકિત હોય છે.
વિશેષથીજણાવતાનપુંસકવેદમાંએકેન્દ્રિયથીમાંડીઅસંશી પંચેન્દ્રિય સુધી પૂર્વપ્રતિપન્નકોઈક હોય પ્રતિપદ્યમાન સમકિત કોઈને હોતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય નપુંસકમાં નારક-તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થયેલું અને થનારું બંને સમક્તિ સંભવે છે. દેવતામાં નપુંસક વેદ જ નથી.
(૬)કષાયમાર્ગણાઃ-અનંતાનુબંધી કષાયના ઉદયે પૂર્વ પ્રતિપન અને પ્રતિપદ્યમાન બે માંથી એકે સમકિતનથી બાકી ત્રણે કષાય અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની-સંજવલનના ઉદયમાં ઉત્પન્ન થયેલું અને થનારું બંને પ્રકારનું સમકિત હોય છે.
(૭)જ્ઞાન માર્ગણા -નિશ્ચયનયથી જ્ઞાનીને પૂર્વ પ્રતિપન્ન હોતું નથી પણ પ્રતિપદ્યમાન (ઉત્પન્ન થના) સમકિત હોય છે.
વ્યવહાર નથી અજ્ઞાનીને પૂર્વપ્રતિપન (ઉત્પન્ન થયેલું) સમક્તિ હોય છે. પણ પ્રતિપદ્યમાન હોતું નથી.
(૮)ચારિત્ર માર્ગણાઃ- ચારિત્રીને પૂર્વ પ્રતિપન્નસમક્તિ હોય છે. પ્રતિપદ્યમાન હોતું નથી. જયારે અચારિત્રીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમકિત હોય છે.
(૯)દર્શન માર્ગણા - ચક્ષુદર્શનીને પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમક્તિ છે. માખી વગેરે તથા અસંશી પંચેન્દ્રિય સુધી પૂર્વપ્રતિપન્ન હોય છે. પ્રતિપદ્યમાનહેતું નથી. સંગ્નિ પંચેન્દ્રિયચક્ષુ દર્શનીને બંને હોય છે.જયારે અચારિત્રીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન નહીં સંશિ પંચેન્દ્રિય ચક્ષુદર્શનીને બંને છે.
પૃથ્વિકાયાદિ એકેન્દ્રિય અચલુ દર્શનીને એક પણ સમકિત નથી. બે ઇન્દ્રિયથી અસંશિ પંચેન્દ્રિય સુધી પૂર્વ પ્રતિપન્ન હોય છે. જયારે સંજ્ઞિ પંચેન્દ્રિયથી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીને પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને છે, અવિધ અને કેવળદર્શનમાં બંને સમકિત હોય છે.
(૧૦)લેશ્યા માર્ગણા:- કૃષ્ણ નીલ અને કાપોત લેગ્યામાં પ્રતિપન્ન સમકિત છે પણ પ્રતિપદ્યમાન નથી જયારે તેજો-પડધ અને શુકલ એ ત્રણે લેશ્યા દ્વારે બંને સમકિત છે.
(૧૧)ભવ્યમાર્ગણા - ભવ્યદ્વારે પ્રતિપન અને પ્રતિપદ્યમાન બંને સમકિત સંભવે છે. અભવિને એકે સંભવતું નથી.
(૧૨)સમ્યત્વઃ- નિશ્ચયનય સમ્યગ્દષ્ટિને પ્રતિપન્ન નથી હોતું પણ પ્રતિપદ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org